NRI

ગુજરાતી ગાયક કલાકાર વિજય ગઢવીનું નિધન થતા ખળભળાટ મચી જવા પામ્યો છે…

કોરોના વાયરસના કારણે દેશ સહિત આખા વિશ્વમાં અનેક લોકોની બલિ ચઢી ગયા છે. ત્યારે આજે એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. મૂળ મહેમદાવાદના વતની એવા ગુજરાતી સિંગરનું લંડનમાં મોત થયું છે. ગુજરાતી ગાયક કલાકાર વિજય ગઢવીનું નિધન થતા ખળભળાટ મચી જવા પામ્યો છે. બે દિવસ અગાઉ ગુજરાતી ગાયક વિજય ગઢવી કોરોનામાંથી સ્વસ્થ થયા હતા. જો ક અચાનક તેમનું મોત થયું હતું. વિજય ગઢવીના અવસાનથી પરિવાર પર આભ તૂટ્યું છે, તેમના ગુજરાતી ચાહકોમાં પણ શોકની લાગણી પ્રસરી ગઇ છે. ત્યારે વિદેશમાં સ્થાયી થયેલા આશાસ્પદ યુવકનો કોરોનાએ ભોગ લીધો છે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે, મૂળ મહેમદાવાદના વતની એવા ગુજરાતી ગાયક કલાકાર વિજય ગઢવી લંડનમાં સ્થાયી થયા હતા. જો કે તેમનું લંડનમાં અવસાન થતા ગુજરાતી સમાજ અને તેમના પરિવાર પર આભ તૂટી પડ્યું છે. ગુજરાતી ગાયક કલાકાર વિજય ગઢવીને થોડા દિવસો અગાઉ કોરોના સંક્રમણના લક્ષણો દેખાતો કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને સારવાર માટે હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. જ્યાં તેઓ સારવાર બાદ સ્વસ્થ બની બે દિવસ અગાઉ જ હોસ્પિટલમાંથી રજા મેળવીને ઘરે આવ્યા હતા.

જો કે, ગતરોજ પુન: તબિયત બગડતા સારવાર અર્થે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન વિજય ગઢવીએ અંતિમ શ્વાસ લીધો હતો. વિજય ગઢવી
લંડનમાં પ્રખ્યાત ગુજરાતી કલાકાર હતા. વિદેશમાં સ્થાયી થયેલા આશાસ્પદ યુવકનો કોરોનાએ ભોગ લેતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

Leave a Reply

Your email address will not be published.