Home Corona-live અનલોક_5માં સરકાર દ્વારા વોટર પાર્ક ખોલવાની પરમિશન આપવામાં આવતા આજે મહેસાણા ઊંઝા...

અનલોક_5માં સરકાર દ્વારા વોટર પાર્ક ખોલવાની પરમિશન આપવામાં આવતા આજે મહેસાણા ઊંઝા હાઇવે પર આવેલ ગુજરાતનું સૌથી મોટું વોટરપાર્ક આજે લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું હતું.

23
0

કોરોના મહામારીને લઈ અનેક ધંધા-રોજગાર બંધ હતા. ત્યારે ધીમેધીમે ગુજરાત સરકાર દ્વારા તેમાં છુટછાટ આપવામાં આવી છે. ત્યારે અનલોક_5માં સરકાર દ્વારા વોટર પાર્ક ખોલવાની પરમિશન આપવામાં આવતા આજે મહેસાણા ઊંઝા હાઇવે પર આવેલ ગુજરાતનું સૌથી મોટું વોટરપાર્ક આજે લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું હતું.
આ વિશે મળતી માહિતી પ્રમાણે હાલમાં રાજ્ય સહિત દેશભરમાં કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે સરકાર દ્વારા દેશની આર્થિક સ્થિતિ મજબૂત બને અને ફરી એકવાર ધંધા રોજગાર રફતાર પકડે તે માટે અનલોક 5માં અનેક છુટછાટ આપવામાં આવી છે. જેમાં સિનેમા ઘરો, નેચરલ પાર્ક, વોટરપાર્ક ત્યારે અનલોકમાં છૂટછાટ બાદ આજે 7 મહિના બાદ મહેસાણા ઊંઝા હાઇવે પર આવેલ વોટર પાર્ક ખુલ્લું મુકવામાં આવ્યું હતું. જેમાં લોકોને હેન્ડવોશ, માસ્ક અને ટેમ્પરેચર ચેક કર્યા બાદ પ્રવેશ આપવામાં આવ્યો હતો અને વોટરપાર્કમાં પણ ફરજિયાત માસ્કનું પાલન કરવામાં આવ્યું હતું.
વોટરપાર્કમાં સતત 2 વ્યકિતઓ દ્વારા PPT કીટ પહેરીને પાર્કને સેનેટાઈઝર પણ કરાતો હતો, અને ઠેર-ઠેર સેનેટાઈઝર મશીન પણ મુકવામાં આવ્યા હતા. 7 મહિના બાદ આજે ફરીવાર વોટરપાર્ક ખુલતાં દૂરદૂરથી આજે આવ્યા હતા અને તેમના દ્વારા ખુબ જ એન્જોય કરવામાં આવ્યો હતો. સતત 7 મહિનાથી કોરોનાથી ઘરમાં કંટાળેલા લોકો મૂડ ફ્રેશ કરવા માટે વોટર પાર્ક પહોંચ્યા હતા. આજે પ્રથમ દિવસે લોકોની પાંખી હાજરી જોવા મળી.


Previous articleભારતીય અમેરિકન લોકોને પણ ચૂંટણી પ્રચારમાં જગ્યા મળી રહી છે.
Next articleબિહાર વિધાનસભાની ચૂંટણી માં ટક્કરનો મુકાબલો થયો જણાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here