સુરેશભાઈ પારેજીયા ની વાડી એ જુગારધામ ચાલતું હોવાની બાતમી આધારે હળવદ નવ નિયુક્ત પીઆઇ ના માર્ગદર્શન નીચે પીએસઆઇ સહિત સ્ટાફે છાપો મારતાં છ શખ્સો ૧.૧૨ લાખ મુદામાલ સાથે ઝડપાયા
હળવદ તાલુકાના રણમલપુર ગામે આરોપી સુરેશ જગદીશભાઈ પારેજીયા (પટેલ) પોતાની કબજા વાળી વાડી એ બહાર થી બોલાવી જુગાર રમવાના સાધનો પુરા પાડી તેની અવેજ માં નાલ ઉધરાવી ગંજી પતાનો પાનાનો હાર જીતના ચાલતા ખેલ જુગારધામમા હળવદ પોલીસે પાકી બાતમી ના આધારે નવ નિયુક્ત પીઆઇ કે.જે.માથુકીયા ના માર્ગદર્શન નીચે પી.એસઆઈ સહિતના સ્ટાફે છાપો મારતાં ૬ જુગારીઓને ૧.૧૨ લાખ રોકડા ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા.

રણમલપુર ગામે સુરેશભાઈ પારેજીયા ની વાડી એ જુગારધામ ધમધમતું હોવાની પોલીસને જાણ થતાં હળવદ પોલીસ રેઇડ કરતા આરોપી (૧) સુરેશ જગદીશ ભાઈ પારેજીયા( પટેલ)રહે. રાણમલપુર તા.હળવદ
(૨) હસમુખભાઈ હરખાભાઈ જાલોરીયા(પટેલ)રહે.જશમતપુર તા.ધાંગધ્રા
(૩) દિલીપભાઈ કરસનભાઈ વાંમઝા(પટેલ) રહે.રણમલપુર.તા. હળવદ.
(૪) હસમુખભાઈ અંબાલાલ શાહ(વાણીયા) રહે. ધાંગધ્રા
(૫) જગદીશભાઈ કેશવજીભાઇ દલસાણીયા,(પટેલ)રહે, ઇસદ્રા વાવડી, તા.ધાંગધ્રા.
(૬) હરેશભાઈ દલીચંદભાઈ લોરીયા(પટેલ)રહે.એસ.બી.આઈ.બેન્ક પાછળ.હળવદ.ને જુગાર રમતા ઝડપી લીધા હતા. પોલીસે તમામના કબ્જામાંથી રોકડા રૂ.૧.૧૨ લાખ કબ્જે કરી તમામ વિરુદ્ધ કાયદેશરની કાર્યવાહી હાથ ધરી હતી.હળવદ પંથકમાં જુગાર નાબુદ કરવા નવ નિયુક્ત પીઆઇ ના માર્ગદર્શન નીચે હળવદ પીએસઆઇ રાજેન્દ્રદાન ટાપરીયા, તેજપાલસિંહ ઝાલા સહિતનો સ્ટાફ એ રેડ કરી હતી.દરોડો પાડતા જુગારીઓ માં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.
મયુર રાવલ હળવદ