Home Gujarat હળવદ : ઝાલાવાડી સઈ સુથાર જ્ઞાતિના વિધાર્થીઓને વિનામૂલ્યે ફુલસ્કેપ ચોપડાનુ વિતરણ કરાયું

હળવદ : ઝાલાવાડી સઈ સુથાર જ્ઞાતિના વિધાર્થીઓને વિનામૂલ્યે ફુલસ્કેપ ચોપડાનુ વિતરણ કરાયું

13
0

હળવદ ગૌલેકશ્વર મહાદેવ મંદિર ખાતે ઝાલાવાડી સઈ સુથાર જ્ઞાતિના ધોરણ ૧ થી કોલેજ સુધીના ભણતા વિદ્યાર્થીઓને ફુલ સ્કેપ ચોપડાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું. આ ફુલ સ્કેપ ચોપડાનું તારીખ ૧૦/૭/૨૦૨૧ અને તારીખ ૧૧/૭/૨૦૨૧ના રોજ સવારે ૯ થી ૧૨ તથા બપોરે ૫ થી ૭ વાગ્યા સુધી વિતરણ ચાલુ રહેશે. જે સમય દરમ્યાન જ્ઞાતિજનોએ પોતાના ઘરમાં ભણતા દીકરા- દીકરીઓ માટે ફુલ સ્કેપ ચોપડા વિનામૂલ્યે લઈ જવા જણાવાયું છે.



છેલ્લા પાંચ વર્ષથી વિનામૂલ્યે જ્ઞાતિના વિદ્યાર્થીઓને ફુલ સ્કેપ ચોપડાનું વિતરણ કરવામાં આવે છે. જે દાતા પ્રદ્યુમનભાઈ તથા ગીતાબેન ચૌહાણ (હાલ અમેરિકા) વાળા તરફથી આપવામાં આવે છે. જ્ઞાતીના વિધાથીર્ઓને લાભ લેવા યાદીમાં જણાવ્યું છે.
મયુર રાવલ હળવદ


Previous articleરોટરી ક્લબ ઓફ હળવદના પ્રેસિડેન્ટ તરીકે ગોપાલ ભાઈ ઠક્કર ની વરણી
Next articleહળવદ : માલણીયાદ ગામે ‘તે અમારી જમીનનાં શેઢે બાવળિયા કાપેલ છે’ તેમ કહી ચાર શખ્સોએ આધેડને માર માર્યો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here