Home Crime હળવદ : માલણીયાદ ગામે ‘તે અમારી જમીનનાં શેઢે બાવળિયા કાપેલ છે’ તેમ...

હળવદ : માલણીયાદ ગામે ‘તે અમારી જમીનનાં શેઢે બાવળિયા કાપેલ છે’ તેમ કહી ચાર શખ્સોએ આધેડને માર માર્યો

10
0

પ્રાપ્ત વિગતો અનુસાર હળવદના નવા માલણીયાદ ગામનાં રહેવાસી અને ખેતીનો વ્યવસાય કરતા અંબારામભાઇ ભવાનભાઇ કણઝરીયા (ઉ.વ.૫૭)એ આરોપીઓ મહાવીરસિંહ ગંભીરસિંહ, યુવરાજસિંહ મહાવીરસિંહ, અર્જુનસિંહ ગંભીરસિંહ, લખુભા ઉર્ફે બકુલસિંહ ગંભીરસિંહ રહે. તમામ જુના માલણીયાદ ગામ વાળાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૮નાં રોજ આરોપીઓ ફરિયાદીને તે અમારા જમીનનાં શેઢે બાવળીયા કાપેલ છે તેમ કહી ગાળો આપી મુંઢમાર મારી અને આરોપી મહાવીરસિંહએ ફરીયાદીને માથાનાં ભાગે ધારીયુ મારી ઈજા કરી હતી. હળવદ પોલીસે બનાવની ફરિયાદના આધારે તમામ આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મયુર રાવલ હળવદ


Previous articleહળવદ : ઝાલાવાડી સઈ સુથાર જ્ઞાતિના વિધાર્થીઓને વિનામૂલ્યે ફુલસ્કેપ ચોપડાનુ વિતરણ કરાયું
Next articleહળવદ યાર્ડ દ્વારા એમબીબીએસ નો અભ્યાસ કરતા 24 વિદ્યાર્થીઓને સ્કોલરશીપ અપાઇ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here