Home Gujarat હળવદ : રામ ગૌશાળાથી મૌન રેલી કાઢી મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું

હળવદ : રામ ગૌશાળાથી મૌન રેલી કાઢી મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું

76
0

ધંધુકા ખાતે થયેલ કિશનભાઇ બોળીયા ની હત્યા ના પડઘા હળવદ માં પાળ્યા


હળવદના સમસ્ત હિન્દૂ સમાજ દ્વારા કિશનભાઇની નિર્મમ હત્યાનો કરનાર આરોપીયો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા માટે મૌન રેલી કાઢી હળવદ મામલતદારને આવેદનપત્ર પાઠ્યુ હતું.તાજેતર માં ધંધુકા ખાતે થયેલ કિશનભાઇ બોળીયાની નિર્મમ હત્યા કરવામાં આવી હતી ત્યારે હળવદ ના સમસ્ત હિન્દૂ સમાજ દ્વારા રામ ગૌશાળા થી મૌન રેલી કાઢી મામલતદાર ઓફિસ પહોંચી હળવદ મામલતદાર ને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું ત્યારે આવેદનપત્ર માં ગુજરાત ના મુખ્યમંત્રી ને મામલતદાર હળવદ મારફત કિશનભાઇ બોળીયા ની નિર્મમ હત્યા કરનાર આરોપીયો વિરુદ્ધ ફાસ્ટટ્રેક કોર્ટ ની રચના કરી સત્વરે આરોપીયો વિરૂદ્ધ કડક માં કડક કાર્યવાહી કરવા માટે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને ગુજરાત ની શાંતિ ડહોળવાનો પ્રયાસ કરનારાઓ ને સખત માં સખત કાર્યવાહી કરવામાં આવે અને આ ષડયંત્ર રચનારા કોઈ છટકી નો શકે તેવી તટસ્થ કાર્યવાહી કરવા અને આવી નિર્મમ હત્યા કરી કાયરતા ભર્યું કૃત્ય કરનાર વિરૂદ્ધ સખ્ત માં સખ્ત કાર્યવાહી કરવા માટે આ આવેદનપત્ર માં જણાવ્યું હતું કાર્યક્રમ ના અંતે હાજર સૌ એ રામધૂન અને શાંતિ મંત્ર નું સમૂહ પઠન કરી અને કિશનભાઇ ના આત્મા ને શાંતિ મળે એ માટે પરમ કૃપાળુ પરમાત્મા ને પ્રાર્થના કરી હતી આ કાર્યક્રમ માં હળવદ તાલુકા ના તમામ જ્ઞાતિ ના લોકો બહોળા પ્રમાણ માં સ્વૈચ્છાએ જોડાયા હતા આ કાર્યક્રમ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયો હતો.


મયુર રાવલ હળવદ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here