South-Gujarat

હળવદ ના સામાજિક કાર્યકર – ગૌભક્ત અને યુવા ભાજપ પ્રમુખ તપનભાઈ દવે નો આજે જન્મદિવસ

તપનભાઈ વિદ્યાર્થી કાળ થી જ ગૌસેવા – માનવસેવા ના કાર્યો માં હરહંમેશ પોતાનું અનેરું યોગદાન નિઃસ્વાર્થ ભાવે આપી રહ્યા છે

હળવદ માં દરેક સામાજિક ધાર્મિક અને સેવાકીય કાર્ય માં અગ્રેસર રહી પોતાનું અનેરું યોગદાન આપી રહ્યા છે તેવા સામાજિક કાર્યકર અને યુવા ભાજપ પ્રમુખ તપનભાઈ દવે નો આજે ૩૧ મો જન્મદિવસ છે તપનભાઈ નો જન્મ ૨૮/૦૪/૧૯૯૧ ના રોજ થયો હતો તેઓ હરહંમેશ ગૌસેવા – રકતદાન કેમ્પ – ઇમરજન્સી રકતદાન ની સેવા હોઈ કે પછી સરકારી યોજના અમૃતમ માં કાર્ડ – શાળા આરોગ્ય કાર્યક્રમ – બાલસખા યોજના જેવી આરોગ્યલક્ષી યોજનાઓ હોઈ તેનો લાભ છેવાડા ના લોકો સુધી પહોંચાડવામાં માધ્યમ બની રહ્યા છે સામાજિક સંસ્થાઓ ના સહકાર થી અનેક વખત સ્વૈચ્છિક રકતદાન કેમ્પ ના આયોજન કરી અને સિવિલ હોસ્પિટલ અમદાવાદ સહિત અન્ય બ્લડ બેંક ને રકતદાન કેમ્પ થકી સહાય કરી રહ્યા છે તથા નિઃશુલ્ક નેત્રયજ્ઞ કેમ્પ નું આયોજન પણ સમયાંતરે કરી હળવદ તાલુકા ના આંખ ના મોતિયા દર્દીઓ ને નિઃશુલ્ક મોતિયા ના ઓપરેશન માટે નિઃશુલ્ક નેત્રયજ્ઞ કેમ્પ નું વર્ષો થી આયોજન સામાજિક સંસ્થાઓ ને સાથે રાખી કરી રહ્યા છે આ કોરોના મહામારી સમયે પણ અનેકવિધ સેવાકીય કાર્યો સાથે જોડાયેલા છે સાથે બીમાર-ઘાયલ ગૌમાતા ની સારવાર સાથી ગૌસેવકો ના સહકાર થી કરી રહ્યા છે વૃક્ષારોપણ અને પક્ષીઓ ને પાણી ના કુંડા નું નિઃશુલ્ક વિતરણ જેવી પર્યાવરણ ના જતન ની પ્રવૃત્તિ પણ નિયમિત રીતે કરી રહ્યા છે છેલ્લા આઠેક વર્ષ થી ઉત્તરાયણ માં ઘાયલ પક્ષીઓ માટે સુરેન્દ્રનગર જીવદયા ચેરીટેબલ ટ્રસ્ટ સાથે જોડાઈને બર્ડ હેલ્પલાઇન થકી ઘાયલ પક્ષીઓ ને શ્રેષ્ઠ સારવાર મળી રહે તે માટે બર્ડ હેલ્પલાઇન કેમ્પ માં સેવા આપી રહ્યા છે બિનવારસી લાશ ની અંતિમ વિધિ પણ સ્થાનિક લોકો ના સહકાર થી કરી રહ્યા છે અને આપાતકાલીન સમયે અને કુદરતી કે કૃત્રિમ આફત સમયે સરકાર અને સામાજિક સંસ્થાઓ સાથે રાહત કાર્ય માં જોડાઈ અને કપરા સમયે લોકો ની વચ્ચે રહે છે આમ તપનભાઈ સેવાકીય પ્રવૃતિઓ ની સાથે રાજકીય ક્ષેત્રે પણ અનેરું યોગદાન આપી રહ્યા છે તપનભાઈ દવે નાનપણ થી જ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ ના સ્વયં સેવક છે હળવદ નગરપાલિકા માં ૨૧ વર્ષ ની નાની ઉંમરે જ હળવદ નગરપાલિકા માં બિનહરીફ સભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા નગરપાલિકા માં પણ મહત્વની એવી બાંધકામ સમિતિ સહિત યુવા રમતગમત સમિતિ અને સેનિટેશન સમિતિ ના ચેરમેન તરીકે નિષ્ઠાપૂર્વક સેવા બજાવી ચુક્યા છે ભારતીય જનતા પક્ષ માં યુવા મોરચા માં શહેર થી લઈને ગુજરાત પ્રદેશ સુધી વિવિધ મહત્વપૂર્ણ જવાબદારીઓ વહન કરી હાલ હળવદ શહેર યુવા ભાજપ પ્રમુખ તરીકે જવાબદારી નિભાવી રહ્યા છે તેઓ વેસ્ટર્ન રેલવે માં પણ રાજકોટ ડિવિઝન માં DRUCC મેમ્બર તરીકે કાર્યરત છે અને સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડ માં મોરબી જિલ્લા ના વાલી તરીકે અને નહેરુ યુવા કેન્દ્ર મોરબી જિલ્લા ના સંયોજક તરીકે સેવા આપી રહ્યા છે વ્યવસાયે બિલ્ડર છે અને હળવદ માં રોયલ એનફિલ્ડ નો શોરૂમ છે તપનભાઈ ને રાજકીય-ધાર્મિક-સામાજિક અને સેવાકીય કાર્યો માં પરિવાર નો ખૂબ જ સાથ સહકાર મળતો આવ્યો છે તપનભાઈ દવે ને તેમના જન્મદિવસ નિમિતે વડીલો-મિત્રો શુભેચ્છકો તેમના મોબાઈલ નંબર 9727366100 પર શુભેચ્છાઓ નો વરસાદ વરસાવી રહ્યા છે

મયુર રાવલ હળવદ

Leave a Reply

Your email address will not be published.