GUJARAT

હળવદ:ઘરે સારવાર લેતા દર્દીઓની સૌથી વધુ કફોડી પરિસ્થિતિ

હળવદમાં કોરોના ઉપરાંત શ્વાસ- દમના દર્દીઓને નથી મળતો ઓક્સિજન

હળવદ પંથકમાં કોરોના મહામારી સમયમાં ખાનગી કે સરકારી હોસ્પિટલમાં બેડ મળતા નથી આથી નાછૂટકે કોરોના શ્વાસ કે દમની બિમારી ધરાવતા દર્દીઓ ઘરે જ સારવાર લઈ રહ્યા છે. તેઓને ઓક્સિજન સિલિન્ડર મેળવવા માટે ઠેરઠેર રઝળાપાટ કરી રહ્યા છે્.આવા દર્દીઓને ઓક્સિજન મળી રહે તે માટે વ્યવસ્થા થાય તેવી માગણી પંથકના લોકોમાંથી ઉઠવા પામી છે. તંત્ર અને રાજકીય આગેવાનોએ માત્રને માત્ર અનેકવાર મીટીંગ સેટિંગ કરી પણ કોઈ યોગ્ય નિરાકરણ ન આવતા શહેરીજનોમાં રોષની લાગણી ફેલાઇ છે.

હળવદ શહેરમાં હાલમાં કોરોના મહામારી ના સમય માં સરકારી કે ખાનગી હોસ્પિટલમાં બેડ મળતા નથી આથી નાછૂટકે કોરોના, શ્વાસના દમના ની બીમારી ધરાવતા દર્દીઓ નાછૂટકે ઘરે જ સારવાર લઇ રહ્યા છે આવા સમયે દર્દીઓને અડધી રાત્રે ઓક્સિજનની જરૂર પડે છે છતાં તેઓને અને અગવડતા ભોગવી પડે છે. ઘરે જ સારવાર લેવા મજબૂર બનવું પડે છે હાલમાં ઓક્સિજનની અછત છે ઘરે સારવાર લેતા દર્દીના સગા સંબંધીઓને ઓક્સિજન સિલેન્ડર મેળવવા માટે ઠેરઠેર ભટકવું પડે છે. સુરેન્દ્રનગર મોરબી અમદાવાદ સુધી ઓક્સિજન સિલિન્ડર લેવા દોડવું પડે છે. સમયસર ઓક્સિજન ન મળવાથી દર્દીઓ રિબાઇ રહ્યા છે. આ સ્થિતિમાં ઘરે સારવાર લેતા કોરોના શ્વાસ-દમ જેવી બીમારી ધરાવતા દર્દીઓને ઓક્સિજન મળી રહે તે માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવે તેવી શહેરીજનોમાં માગણી ઉઠવા પામી છે તંત્રને અને સામાજિક કાર્યકરો દ્વારા લેખિતમાં મૌખિક માંઅનેક વાર રજૂઆત કરવામાં આવી છે. પરંતુ આજ દીન સુધી કોઈ યોગ્ય નિકાલ આવ્યો નથી આ અંગે તાત્કાલિક ધોરણે ઓક્સિજનનો નિકાલ લાવે તેવી શહેરીજનોની માંગણી ઉઠવા પામી છે.અત્યાર સુધી સુરેન્દ્રનગર થી ઓક્સિજનનો જથ્થો આવતો હતો. તે બંધ થઈ જતા ઓક્સિજનની ભારે હાડમારી વેઠવી પડે છે. શહેરમાં ઓક્સિજનની અછત વર્તાઈ રહી છે જેથી તાત્કાલિક ધોરણે તંત્ર દ્વારા ઓક્સીજનનો સપ્લાય પૂરો પાડવામાં આવે તેવી હળવદ પંથકના લોકોની માગણી ઉઠવા પામી છે.

મયુર રાવલ હળવદ

Leave a Reply

Your email address will not be published.