GUJARAT

હળવદ: ટીકર સમસ્ત ગામ ના સહયોગથી જિલ્લા પંચાયત પ્રમુખના હસ્તે કોવિડ સેન્ટરનો સેન્ટરનો પ્રારંભ કરાયો


રણકાંઠા વિસ્તારના અને આજુબાજુના લોકોને કોવિડ સેન્ટર નો લાભ મળશે


જ્યારે ગુજરાત રાજ્ય અને ભારત દેશના લોકો વૈશ્વિક મહામારી કોરોના જેવી ગંભીર બીમારી નો સામનો કરી રહ્યાં હોય અને રાજ્યમાં કોરોના સંક્રમિત લોકોના કેસ દિનપ્રતિદિન વધતા હોય એવા સમયે મોરબી જિલ્લાના હળવદ તાલુકાના રણકાંઠા વિસ્તારના ટીકર રણ ગામે સેવાભાવી યુવા તમામ સમાજની ટીમ અને ગામના તમામ યુવાનો.વડીલો અને ગામના સામાજિક આગેવાનોના નેજા હેઠળ જેમ કે રાજેશભાઈ દેથરિયા.વિજયભાઈ એરવાડિયા.ધર્મેદ્રભાઈ.મનીષભાઈ દેથરીયા.મેહુલભાઈ એરવાડિયા.અશોકભાઈ દલવાડી.નાનજીભાઈ બકાલી.રમેશભાઈ દેથરીયા.મનસુખભાઇ બપોદરિયા તેમજ તમામ નામી અનામી ટીકર ગામના યુવા સામાજિક આગેવાનો ના સહકાર થી હળવદ તાલુકાના ટીકર ગામે ટીકર પ્રાથમિક શાળા નંબર 1માં કોવિડ સેન્ટર ચાલુ કરવામાં આવ્યું જેમાં દર્દીઓને પ્રાથમિક રાહત જેવી સુવિધા મળી રહેશે અને આ કોવીડ સેન્ટરના ઉદઘાટન પ્રસંગે મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઈ સિહોરા.હળવદ તાલુકા આરોગ્ય ઓફિસર ભાવિન ભટ્ટી .તાલુકા વિકાસ અધિકારી જેવા આગેવાનોની ઉપસ્થિતિમાં કોવીડ સેન્ટર ચાલુ કરવામાં આવ્યું …ટીકર સેવાભાવી ટીમ અને તેમજ ટીકર ગામ ના તમામ લોકો ભારે જહેમત ઊઠાવી હતી,

મયુર રાવલ હળવદ

Leave a Reply

Your email address will not be published.