Home Kheda (Anand) બોરસદના સિમ વિસ્તારમાં સિક્સ લેન હાઇવેની આજુબાજુ સર્વિસ રોડનું કામ ચાલુ કરાવતા સ્થાનિક રહીશોમાં આનંદની...

બોરસદના સિમ વિસ્તારમાં સિક્સ લેન હાઇવેની આજુબાજુ સર્વિસ રોડનું કામ ચાલુ કરાવતા સ્થાનિક રહીશોમાં આનંદની લાગણી

111
0

સાંસદ અને સ્થાનિક કાઉન્સિલરોનો ખુબ ખુબ આભાર     


બોરસદના સિમ વિસ્તારમાં સ્થાનિક રહીશોને પડતી અગવડતા અને હાલાકીને ધ્યાને લઇને લોકલાડીલા સાંસદ મિતેશભાઈ પટેલ દ્વારા આ વિસ્તારમાં લાંબા સમયથી રાહ જોઈ રહેલ ડામર રોડ અને સિક્સ લેન હાઇવેની આજુબાજુ સર્વિસ રોડનું કામ ચાલુ કરાવતા સ્થાનિક રહીશોમાં આનંદની લાગણી ફેલાઈ ગઈ છે.લાંબા સમયથી બિસમાર અને ઉબડખાબડ થયેલ માર્ગ અને સિક્સલેન હાઇવેની આજુબાજુના સર્વિસ રોડની કામગીરી ટલ્લે ચઢી હતી જે બાબતે સ્થાનિકો દ્વારા અગ્રણી ડો.વિરેન્દસિંહ મહિડા અને કારોબારી ચેરમેન ડો.અપેક્ષાબેન મહિડા અને કાઉન્સિલર મફતભાઈ સોલંકી,ભાવનાબેન રાઠોડને રજૂઆત કરી હતી જે અનુસંધાને અગ્રણી અને કાઉન્સિલરો દ્વારા સાંસદને રજુઆત કરવામાં આવતા સાંસદ મિતેષભાઈ પટેલએ અંગત રસ દાખવીને આ વિસ્તારના લોકોની હાલાકી દૂર કરવા માટે તત્કાલ પામોલ રોડથી મોટી નહેર સુધી અને તોરણાવમાતા શાળાથી સિક્સ લેન હાઇવે સુધીનો ડામર રોડ અને સિક્સલેન હાઇવેની બન્ને તરફ સર્વિસ રોડનું કામ ચાલુ કરાવતા સ્થાનિકોમાં આનંદની લાગણી ફેલાઈ ગઈ છે.


સ્થાનિકોએ સાંસદ મિતેષભાઈ પટેલ,આ વિસ્તારના અગ્રણી ડો વીરેન્દ્રસિંહ મહિડા,કારોબારી ચેરમેન ડો.અપેક્ષાબેન મહિડા,સ્થાનિક જાગૃત કાઉન્સિલરો મફતભાઈ સોલંકી અને ભાવનાબેન રાઠોડનો આભાર વ્યક્ત કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here