India

બિહારમાં વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી દીધી છે. આ વખતે ત્રણ તબક્કામાં વિધાનસભા ચૂંટણી થશે…

બિહારમાં વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી દીધી છે. આ વખતે ત્રણ તબક્કામાં વિધાનસભા ચૂંટણી થશે. 28 ઑક્ટોબરના રોજ પહેલાં તબક્કાનું વોટિંગ થશે, 7 નવેમ્બરના રોજ અંતિમ તબક્કાનું વોટિંગ થશે. 10 નવેમ્બરના રોજ મતગણતરી થશે. શુક્રવારના રોજ પત્રકાર પરિષદમાં ચૂંટણી પંચે આખો ચૂંટણી કાર્યક્રમ રજૂ કરી દીધો. તેની સાથે જ બિહાર વિધાનસભાની 243 સીટો પર કયારે-કયારે મતદાન થશે એ સ્પષ્ટ થઇ ગયું છે. ચૂંટણી કાર્યક્રમ રજૂ થયા બાદ તમામ રાજકીય દળોએ પોતાની રાજનીતિની તૈયારી તેજ કરી દીધી છે.

બિહાર ચૂંટણીનું આખું શિડ્યુલ

બિહારમાં ત્રણ તબક્કામાં વિધાનસભા ચૂંટણી હશે. પહેલાં તબક્કા માટે 28 ઑક્ટોબરના રોજ મતદાન થશે. બીજા તબક્કાની ચૂંટણી 3 નવેમ્બરના રોજ અને ત્રીજા તબક્કાની ચૂંટણી 7 નવેમ્બરના રોજ હશે. પહેલાં તબક્કા માટે એક ઑક્ટોબરના રોજ નોટિફિકેશન રજૂ કરાશે. પહેલાં તબક્કામાં 16 જિલ્લાની 71 સીટો પર મતદાન થશે. બીજા તબક્કામાં 17 જિલ્લાની 94 વિધાનસભા સીટો પર ચૂંટણી થશે. ત્રીજા તબક્કામાં બિહારની બાકી તમામ 78 વિધાનસભા સીટો પર ચૂંટણી કરાશે.

કોરોના કાળમાં બિહાર ચૂંટણીને લઇ ખાસ તૈયારી

ચૂંટણી પંચે કહ્યું કે કોરોના કાળમાં બિહાર ચૂંટણીને ધ્યાનમાં રાખીને ઘણી તૈયારી કરાઇ છે. એક બુથ પર એક હજાર મતદાઓ હશે, પોલિંગ બૂથ પર મતાદાતાઓની સંખ્યા ઘટાડી છે. કોરોના કાળમાં સૌથી મોટી ચૂંટણી છે. 6 લાખ પીપીઇ કિટ, 46 લાખ માસ્કનો ઉપયોગ થશે. 6 લાખ ફેસ શિલ્ડ, 23 લાખ ગ્લવ્સ, 47 લાખ હેન્ડ સેનેટાઇઝરની વ્યવસ્થા કરાઇ છે. 7 ફેબ્રુઆરી 2020ના રોજ મતદાતા યાદી રજૂ થઇ.

મતદાનનો સમય વધાર્યો

ચૂંટણી પંચે કહ્યું કે આ વખતે મતદાનનો સમય વધારાયો છે. સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન થશે. કોરોના કાળમાં નવા સુરક્ષા માપદંડોની સાથે ચૂંટણી થશે. બિહારમાં મતદાતા 7.79 કરોડ મતદાતા છે. તેમાં મહિલા 3.39 કરોડ મહિલા મતદાતા છે. વોટિંગના અંતિમ સમયમાં કોરોના દર્દી પણ મતદાન કરી શકશે.

રાજકીય દળોએ આ વાતનું રાખવું પડશે ધ્યાન

ચૂંટણી પંચે કહ્યું કે રાજકીય દળના કાર્યકર્તા ઘરે-ઘરે જઇ ચૂંટણી પ્રચાર કરી શકશે. જો કે તેની સંખ્યા પાંચથી વધુ હશે નહીં. ઉમેદવારને ફોર્મ ભરવા દરમ્યાન બે વાહન લઇ જવાની જ મંજૂરી મળશે. ફોર્મ ઓનલાઇન પણ ભરી શકાય છે. ચૂંટણી પ્રચાર માત્ર વર્યુઅલ માધ્યમથી જ થશે.

Leave a Reply

Your email address will not be published.