Home Gujarat હજીરા ONGC આગમાં એકનું વ્યક્તિનું મોત થયું હોવાની માહિતી સામે આવી રહી...

હજીરા ONGC આગમાં એકનું વ્યક્તિનું મોત થયું હોવાની માહિતી સામે આવી રહી છે. ONGCની બહાર ઝૂંપડપટ્ટીમાં રહેતા આ યુવકનું મોત થયું છે…

112
0

સુરતના હજીરા વિસ્તારમાં આવેલી ONGCના પ્લાન્ટમાં આજે વહેલી સવારે ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી હતી. ONGC કંપનીના ગેસ ટર્મિનલમાં વહેલી સવારે 3 વાગ્યાને 15 મિનિટ આસપાસ ત્રણ વિસ્ફોક ધડાકા સાથે આગ લાગવાની ઘટનાથી અફડા તફડીનો માહોલ સર્જાયો હતો. આ ઘટનામાં જાણવા મળ્યું હતું કે સુરતના હજીરા વિસ્તારમાં આવેલો ONGCના પ્લાન્ટમાં આવતી ગેસ લાઈન મુંબઈથી આવી રહી છે. આ ઘટનામાં 1 સિક્યોરિટી ગાર્ડ અને 2 કામદારો ગુમ થયા છે.
હાલ હજીરા ONGC આગમાં એકનું વ્યક્તિનું મોત થયું હોવાની માહિતી સામે આવી રહી છે. ONGCની બહાર ઝૂંપડપટ્ટીમાં રહેતા આ યુવકનું મોત થયું છે. વહેલી સવારે જ્યારે આગની ઘટના બની ત્યારે આ યુવક બ્લાસ્ટના કારણે આગની લપેટમાં આવ્યો હતો, પરંતુ સદ્દનસીબે ઝૂંપડામાં રહેતા 3 લોકોમાંથી 2નો આબાદ બચાવ થયો હતો. ઈચ્છાપોર પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ છે.
સુરત ONGC આગ મામલે ONGCની બહારની દીવાલ બાજુમાં ઝુંપડામાં રહેતા 45 વર્ષીય યુવકનું કમકમાટીભર્યું મોત નિપજ્યું છે. તાપી નદી કિનારે અને ONGCના દીવાલની લગોલગ ઝુંપડામાં આ યુવકનું મોત થયું છે. બ્લાસ્ટના કારણે આગની લપેટમાં આવી જતા મોત થયું છે. 45 વર્ષીય રમેશ રાઠોડનું આગની લપેટ આવતા મોત થયું છે. ઝૂંપડામાં કુલ 3 લોકો રહેતા હતા. તેમાંથી 2 લોકો ભાગી ગયા હતા, જ્યારે 1 નું મોત થયું છે. FSLની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. ઇચ્છાપોર પોલીસ ઘટના સ્થળે પહોંચી પંચનામું શરૂ કર્યું. ઇચ્છાપોર પોલીસે કહ્યું કે FSLની ટીમ તપાસ કરી રહી છે..
સુરત હજીરા ONGCમાં લાગેલી આગની ઘટનામાં PM મોદીએ જાણકારી મેળવી હોવાની માહિતી મળી રહી છે. સીઆર પાટીલે જણાવ્યું કે, PMએ તાત્કાલિક પગલા લેવા સૂચના આપી છે. આજે વહેલી સવારે ગેસ પ્રોસેસિંગ પ્લાન્ટમાં આગ લાગી હતી. ત્યારબાદ સવારે આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા થઈ નહોતી.
સુરતમાં બનેલી ઘટના વિશે ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઘટનાનું સતત મોનીટરીંગ કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાત્રે ફોન કરી ઘટનાની જાણકારી પણ મેળવી હતી. ઘટના અંગે સતત રાત સુધી અધિકારીઓ સાથે સંપર્કમાં રહી જાણકારી મેળવી હતી. ટ્વીટરના માધ્યમથી ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે હાલ આ જાણકારી આપી છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here