Home NRI લોકપ્રિય નેટફ્લિકસ રિયાલિટી શો જેવા ઇન્ડિયન મેચમેકિંગ, ડ્રામા સીરીઝ સેક્રેડ ગેમ્સ અને...

લોકપ્રિય નેટફ્લિકસ રિયાલિટી શો જેવા ઇન્ડિયન મેચમેકિંગ, ડ્રામા સીરીઝ સેક્રેડ ગેમ્સ અને કોમેડી સિરિયલ નેવર હેવ એવરની પાછળ તેની ભૂમિકા રહી…

30
0

નેટફ્લિક્સે ભારતીય અમેરિકન મીડિયા લીડર બેલા બજારિયાને ગ્લોબલ ટીવીના આંતરરાષ્ટ્રીય ટીવી ઓપરેશન્સના વાઇસ પ્રેસિડન્ટ તરીકે નિમણૂક કર્યા છે. તેમની નિમણૂકની જાહેરાત નેટફ્લિક્સના કો-સીઇઓ ટેડ સેરાનડોસે કરી. તેમણે કહ્યું કે 2016મા નેટફ્લિક્સમાં સામેલ થયા બાદ બેલા એ સતત પોતાની બહુમુખી પ્રતિભા અને રચનાત્મકતાનું પ્રદર્શન કર્યું છે. હવે સમય તેમને નેકસ્ટ લેવલ પર લઇ જવાનો છે. આની પહેલાં બજરિયા લોકલ લેંગ્વેજ ઓરિજનલ્સના ઇન-ચાર્જ વાઇસ પ્રેસિડન્ટ હતા. આ દરમ્યાન કેટલાંય લોકપ્રિય નેટફ્લિકસ રિયાલિટી શો જેવા ઇન્ડિયન મેચમેકિંગ, ડ્રામા સીરીઝ સેક્રેડ ગેમ્સ અને કોમેડી સિરિયલ નેવર હેવ એવરની પાછળ તેની ભૂમિકા રહી.
કોણ છે બજારિયા
હવે પ્રમોશન બાદ તેઓ અંગ્રેજી સહિત તમામ નેટફ્લિક્સ ટીવી પ્રોગ્રામિંગને સંભાળશે. એક રિપોર્ટ અનુસાર બજારિયા પૂર્વ મિસ ઇન્ડિયા યુનિવર્સ છે. બજારિયા લંડનમાં જન્મેલ છે. તેઓ ભારતીય પેરેન્ટસનું સંતાન છે, જે ઝામ્બિયાથી બ્રિટન થઇ અમેરિકા પહોંચ્યા હતા. બજારિયાએ કહ્યું કે તેઓ સૌથી પહેલાં મિસ લોસ એન્જલિસ ઇન્ડિયા યુએસએમાં આવેલા, કારણ કે તેમને લાગ્યું હતું કે પોતાની કંડીશન્સ પર ભારતની સંસ્કૃતિની શોધ કરવી મજેદાર હશે. 1991મા મિસ ઇન્ડિયા યુનિવર્સનો ખિતાબ જીતતા પહેલાં તેઓ મિસ ઇન્ડિયા યુએસએ બન્યા હતા.
નેટફ્લિકસે લોન્ચ કર્યો હતો સસ્તો પ્લાન
આની પહેલાં નેટફ્લિકસે ભારતમાં 349 રૂપિયાવાળા મોબાઇલ સબ્સ્ક્રિપ્શન પ્લાનને લોન્ચ કર્યો હતો. આ પ્લાનમાં કંપનીએ યુઝર્સ માટે ટીવીને છોડીને તમામ ડિવાઇસ પર હાઇ ડેફિનેશન વીડિયો ક્વોલિટી સપોર્ટ અફોર્ડેબલ પ્રાઇસ પર આપવાની રજૂઆત કરી હતી.


Previous articleકોરોના મહામારીની વચ્ચે આજે સંસદનું ચોમાસું સત્ર આજથી શરૂ થઇ ગયું……
Next articleઅભિનેત્રી કંગના રનૌતને લઇ શિવસેનાના સંજય રાઉતે ફરી નિવેદન આપ્યું છે……

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here