India

કોરોનાની રસી લઈ રહ્યા છે તેમણે ૪૫ દિવસ સુધી આલ્કોહોલના સેવનથી દૂર રહેવું જોઈએ.

ભારત દ્વારા વેક્સિન ડિપ્લોમસી હેઠળ પોતાના છ પાડોશી દેશોને રસીના કેટલાક ડોઝ સપ્લાય કરવાની જાહેરાત કરવામાં આવી હતી. આ ડિપ્લોમસી હેઠળ જ બુધવારે ભુતાન અને માલદિવ્સ ખાતે ભારતે મોકલાવેલી રસીના ડોઝ પહોંચી ગયા હતા. ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે જણાવ્યું હતું કે, ભારતે મોકલેલી રસી ભુતાન અને માલદિવ્સ દ્વારા રિસીવ કરવામાં આવી છે. બીજી તરફ માલદિવ્સના વડા પ્રધાન ઈબ્રાહિમ મોહમ્મદ સોલિહે જણાવ્યું કે, ભારતના વડા પ્રધાન પીએમ મોદી, ભારત સરકાર અને ભારતની જનતાનો આભાર માનીએ છીએ. ભારતે જાહેરાત કરી હતી કે, પોતાની જરૂરિયાતને ધ્યાનમાં રાખ્યા બાદ પાડોશી દેશોને ડિપ્લોમસી હેઠળ કેટલાક ડોઝ આપવામાં આવશે.

તેલંગણામાં રસી લીધા બાદ હેલ્થ વર્કરનું મોત

તેલંગણામાં એક હેલ્થ વર્કરને કોરોનાની રસી અપાયા બાદ બુધવારે મોત થયું હોવાના અહેવાલ સામે આવ્યા હતા. હેલ્થ વર્કરને મંગળવારે સવારે પીએચસી ખાતે રસી આપવામાં આવી હતી અને બુધવારે બપોરે તેને છાતીમાં દુઃખાવો ઉપડયા બાદ તેનું મોત થયું હતું. આ મુદ્દે ડાયરેક્ટર ઓફ પબ્લિક હેલ્થનું કહેવું હતું કે, પોસ્ટમોર્ટમ થયા બાદ મૃત્યુની સાચી હકિકત સામે આવશે. બીજી તરફ MPના મંડલામાં નર્સ કોરોનાની રસી લીધા બાદ પોઝિટિવ આવી હતી. રસી લીધાના બીજા દિવસે જ રેન્ડમ ટેસ્ટિંગમાં તે કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું હતું. તેને કેટલાક દિવસથી શરદીની તકલીફ હોવાનું જણાવાયું હતું.

રસી લેનારે ૪૫ દિવસ આલ્કોહોલના સેવનથી દૂર રહેવું

જાણકારો દ્વારા લોકો માટે વધુ એક ચેતવણી ઉચ્ચારવામાં આવી છે. કે, જે લોકો કોરોનાની રસી લઈ રહ્યા છે તેમણે ૪૫ દિવસ સુધી આલ્કોહોલના સેવનથી દૂર રહેવું જોઈએ. ભારતમાં કોવિડ ટાસ્ક ફોર્સના ચેરમેન ડો. સુદર્શને જણાવ્યું હતું કે, રસી લેનારાએ દારૂ અને નશાથી દૂર રહેવું જોઈએ કારણ કે તે ઈમ્યુન સિસ્ટમ ઉપર અવળી અસર કરે છે અને રસીની અસરકારકતા માટે ૩૦ દિવસના ગાળામાં રસીના બે ડોઝ લેવા જોઈએ.

Leave a Reply

Your email address will not be published.