Home Kheda (Anand) વેટરનરી કોલેજ આણંદ ખાતે વેક્ટર બોર્ન રોગો વિશે હેલ્થ અવેરનેસ કાર્યક્રમ યોજાયો

વેટરનરી કોલેજ આણંદ ખાતે વેક્ટર બોર્ન રોગો વિશે હેલ્થ અવેરનેસ કાર્યક્રમ યોજાયો

65
0

આણંદ –:: વેટરનરી કોલેજ, કામધેનુ યુનિવર્સિટી, આણંદએ ગુજરાત રાજ્યમાં પશુચિકિત્સા અને પશુપાલન ક્ષેત્રમાં પ્રથમ હરોળની નામના ધરાવતી શૈક્ષણિક સંસ્થા કાર્યરત છે. આ સંસ્‍થા પશુપાલન અને પશુઓના આરોગ્‍યની કાળજી માટે સતત કાર્યશીલ રહેવાની સાથે પશુઓના આરોગ્‍યની વધુ સારવાર કેવી રીતે કરી શકાય તે માટે પશુચિકિત્‍સા પધ્‍ધતિઓ માટે પણ કાર્યરત રહેતી હોય છે.



જેના ભાગરૂપે તા.૩૧મી જાન્‍યુઆરીના રોજ આણંદ વેટરનરી કોલેજના કપિલા કોમ્પલેક્ષ ઓડિટોરીયમ ખાતે આંતર ખાતાકીય સંકલન એન.વી.બી.ડી.સી.પી. (નેશનલ વેક્ટર બોર્ન ડિસીઝ કન્ટ્રોલ પ્રોગ્રામ) અંતર્ગત જિલ્લા પંચાયત આણંદના સહયોગથી એક વર્કશોપ યોજાઇ ગયો.
આ વર્કશોપમાં જિલ્લા મલેરીયા અધિકારી શ્રી આલોક કુલશ્રેષ્ઠ દ્વારા વાહકજન્ય રોગો જેવા કે મલેરીયા, ડેન્ગ્યુ, ચિકનગુનીયા, ફાઇલેરિયા, જીકા જેવા રોગો કેવી રીતે થાય છે, તેનો ફેલાવો કરતાં પરિબળો, તેમજ તેના નિયંત્રણ માટે કેવાં પગલાં લેવા તે બાબતે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી.
વેટરનરી કોલેજ આણંદના મેડિસિન વિભાગના વડા ડૉ. એસ. કે. રાવલ દ્વારા વિવિધ ઝૂનોટિક રોગો વિષેની જાણકારી આપવામાં આવી હતી.
આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કોલેજના આચાર્ય શ્રી ડો. એમ. એન. બ્રહ્મભટ્ટના માર્ગદર્શન હેઠળ ડૉ. કે. કે. હડિયા, મુખ્ય હોસ્ટેલ રેકટર અને હોસ્પિટલ સુપ્રિટેન્ડન્ટ, પશુ ચિકિત્સા સંકુલ (વિસીસી) વેટરનરી કોલેજ, આણંદ દ્વારા કરવામાં આવ્યું હતું. જયારે અંતમાં ડો જે. એચ. ચૌધરીએ આભારવિધિ કરી હતી.
આ વર્કશોપનો જુદા જુદા વિભાગો જેવા કે વેટરનરી, એગ્રીકલ્ચર, હોર્ટીકલ્ચર, નગરપાલિકા વગેરેના અધિકારીઓ, આચાર્ય/ડીનશ્રીઓ, પ્રાધ્યાપકશ્રીઓ, રેક્ટરશ્રીઓ તથા પી.એચ.ડી વિધાર્થીઓએ ભાગ લીધો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here