GUJARAT

કોર કમિટીની બેઠકમાં રોગપ્રતિકારક શક્તિ વધારવા લેવાયો આરોગ્યલક્ષી નિર્ણય

રાજ્યમાં કોરોના વાયરસ સંક્રમણ નિયંત્રણ માટે નાગરિકોની રોગપ્રતિકારક શક્તિ વધારવા 60 હજાર કિ.ગ્રામ આયુર્વેદીક તથા 10 લાખ ડોઝ હોમિયોપેથિક દવા-ઔષધિઓનું રાજ્યવ્યાપી વિતરણ કરાશે.

29,700 કિ.ગ્રામ અમૃતપેય ઊકાળો, 30 હજાર કિ.ગ્રામ સંશમનીવટી તથા 10 લાખ ડોઝ ઓર્સેનિક આલ્બમનો રાજ્યના નાગરિકોને મળશે લાભ.

રાજ્યમાં અત્યાર સુધી 10.77 કરોડ ઊકાળા ડોઝ, 82.70 લાખ સંશમનીવટી, 6 કરોડ 35 લાખ ઓર્સેનિક આલ્બમનો લાભ મેળવી નાગરિકોએ રોગપ્રતિકારક શક્તિ વધારી.

ઔષધિઓના વ્યાપક વિતરણ માટે જિલ્લા, તાલુકા અને ગ્રામ્યસ્તરે તલાટી, સરપંચો, આશાવર્કર બહેનો તથા સેવાભાવી સંગઠનોની મદદથી વિતરણની વ્યૂહ રચના ઘડાઇ.

Leave a Reply

Your email address will not be published.