Home Gujarat પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્ર વડાગામ અને વરઘરીના હેલ્‍થ એન્‍ડ વેલનેસ કેન્‍દ્ર ખેમપુર...

પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્ર વડાગામ અને વરઘરીના હેલ્‍થ એન્‍ડ વેલનેસ કેન્‍દ્ર ખેમપુર ખાતે પોષણ માહ ઉજવણી અંતર્ગત મહિલાઓને આરોગ્‍યલક્ષી શિક્ષણ આપવામાં આવ્‍યું

50
0

લુણાવાડા: રાજય સરકાર સુપોષિત ગુજરાતના ધ્યેયને વરેલી છે અને મહિલા અને બાળ વિકાસ વિભાગના માધ્યયમથી માતા અને બાળકોના સુપોષણ માટેની વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી રહી છે.પૂરક પોષણનો લાભ આપવાની સાથે છે. સગર્ભાવસ્થાથી તંદુરસ્ત બાળકનો જન્મ થાય તે માટે લેવાની થતી કાળજી અને તકેદારીનું માર્ગદર્શન પણ આપવામાં આવી રહ્યું છે.
મહીસાગર જિલ્‍લામાં જિલ્‍લા કલેકટર શ્રી આર. બી. બારડ અને જિલ્‍લા વિકાસ અધિકારી શ્રી નેહા કુમારીના માર્ગદર્શન હેઠળ મહીસાગર જિલ્‍લામાં પોષણ માહની ઉજવણી કરવામાં આવી રહી છે.તદ્અનુસાર પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્ર, વડાગામના વડાગામ આ.કે.-ર અને પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્ર વરધરીના હેલ્‍થ એન્‍ડ વેલનેસ કેન્‍દ્ર ખેમપુર ખાતેની આંગણવાડી ખાતે પોષણ માહની ઉજવણી કરવામાં આવી હતી.
આ ઉજવણી અંતર્ગત કેન્‍દ્રોના સીએચઓ અને ફીમેલ હેલ્‍થ વર્કર બહેનોએ મહિલાઓને સમતોલ આહાર અને પૂરતો આરામ મળે તે જરૂરી હોવાનું સમજાવી. મહિલાઓને લોહતત્વ/આયર્ન અને કેલ્શિયમની ગોળીઓનું નિયમિત સેવન કરવા તેમજ બાળકના જન્મ થી ૬ માસ સુધી (૧૮૦) દિવસ દરમિયાનમાં પહેલાં તો જન્મના પહેલા એક કલાકમાં અને ૬ મહિના સુધી બાળકને માતાના ધાવણ સિવાય કશું જ આપવું ના જોઈએ જેવી અને બાળકની દેખભાળ રાખવાના પગલા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ.
પૌષ્‍ટીક આહાર, એનિમિયાની તેમજ બાળકના જન્મ પછી પ્રથમ 6 માસ દરમિયાન સ્તનપાનનું મહત્વ, ૬ માસ પછી પૂરક આહાર, ૧,૦૦૦ દિવસ દરમિયાન બાળકની યોગ્ય કાળજી કેવી રીતે લેવી એનું પ્રશિક્ષણ, કિશોરીઓમાં પોષણનું મહત્વ વગેરે વિશે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી.
પોષણ માહની ઉજવણી અંતર્ગત ખેમપુરની આંગણવાડી ખાતે પૌષ્‍ટિક આહાર આપતા કઠોળ અને લીલા શાકભાજીનું જયારે વડાગામ ખાતે રંગોલીનું નિદર્શન કરી આરોગ્‍ય અને પૌષ્‍ટિક આહારલક્ષી શિક્ષણ આપવામાં આવ્‍યું હતું.


Previous articleસાવલીમાં મુખ્ય મંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાનો શુભારંભ ધારાસભ્ય અને કલેક્ટરના હસ્તે સ્વસહાય જૂથની મહિલાઓને ધિરાણ મંજૂરી પત્રોનું વિતરણ
Next articleદાહોદને કુપોષણથી મુક્ત કરવા પોષણકર્મીઓને આહ્વાન કરતા જિલ્લા વિકાસ અધિકારીશ્રી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here