South-Gujarat

ઝઘડિયા સેવા રૂરલ દ્વારા કોરોના પોઝિટિવ દર્દીઓ માટે હેલ્પલાઇન શરૂ કરવામાં આવી.

કોરોનાના સામાન્ય ચિન્હો ધરાવતા દર્દીઓ માટેની ડોક્ટરની મફત ટેલિફોનિક સેવા આપવામાં આવે છે.

ઝઘડીયા તાલુકના ઝઘડિયા, રાજપારડી તેમજ ઉમલ્લા ગામ ની આજુબાજુના વિસ્તારમાં કોરોનાના લક્ષણો ધરાવતા દર્દીઓમાં મોટો વધારો જોવા મળી રહ્યો છે. દર્દીઓનો વધારો થતા ખાનગી તેમજ સરકારી દવાખાના ઉભરાઇ રહયા છે, તેવા સમયે દર્દીઓ માટે એક ટેલિફોનિક હેલ્પલાઇન સેવા ઝઘડિયા સેવા રૂરલ દ્વારા શરૂ કરવામાં આવી છે. કોવિડ ના સામાન્ય ચિન્હો ધરાવતા દર્દીઓ માટેની હેલ્પલાઇન તેમજ ડોક્ટરની મફત ટેલિફોનિક સેવા હેલ્પલાઇન નંબર ૧૮૦૦ ૮૯૧ ૭૬૪૦ દ્વારા આપવામાં આવી રહી છે. આ સેવા ફક્ત કોરોના નો ટેસ્ટ પોઝિટીવ આવ્યો હોય, સામાન્ય કોરોના ના ચિન્હો હોય અને ઘરે ક્વોરેન્ટાઇન થયા હોય તેવા દર્દીઓ માટે જ છે. આ સેવા રૂરલ તરફથી સલાહ, માર્ગદર્શન અને ડોક્ટરની ટેલિફોનિક સેવા મફત આપવામાં આવશે. જેને કોરોનાની હોમ કીટ જોઈતી હશે તેને સેવા રૂરલ દ્વારા ડિપોઝિટ ભરી આપવામાં આવશે અને સાજા થયા બાદ પરત લઇ ડિપોઝીટ પરત આપવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે કોરોનાના લક્ષણો ધરાવતા દર્દીઓને કોરોના ના લક્ષણ બાબતે તેમજ તેના નિદાન માટે શું કરવું તેની મોટી અવઢવ રહેતી હોય છે તેવા સંજોગોમાં સેવા રૂરલ દ્વારા હેલ્પલાઇન નંબર શરૂ કરવાથી ઝઘડિયા તાલુકાના ઘણા કોરોના સંક્રમિત દર્દીઓને ટેલિફોનિક સેવાનો લાભ મળશે.

રિપોર્ટર:નિમેષ ગોસ્વામી ઝઘડીયા

Leave a Reply

Your email address will not be published.