Home South-Gujarat ભરૂચ જિલ્લાની બેંક ઓફ બરોડા રિજિયોનલ ઓફિસ,ભરૂચ ખાતે હિન્દી દિવસ કાર્યક્રમની ઉજવણી...

ભરૂચ જિલ્લાની બેંક ઓફ બરોડા રિજિયોનલ ઓફિસ,ભરૂચ ખાતે હિન્દી દિવસ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી

147
0

જેમાં ડૉ. સંગીતાબેન મિસ્ત્રી શિક્ષણ નિરીક્ષક ભરૂચને મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહી ‘હિન્દી રાજભાષા અને શિક્ષણ ‘વિષય પર પોતાનું વક્તવ્ય રજૂ કર્યું.
આ કાર્યક્રમમા હિન્દી ના પ્રસાર પ્રચાર કરવા માટેની પ્રતિજ્ઞા લેવામાં આવી તથા કાર્યક્રમમાં બેંક ઓફ બરોડા રીજીયોનલ ઓફિસના, રીજીયોનલ મેનેજર શ્રી સચિન વર્મા, ડેપ્યુટી જનરલ મેનેજર શ્રી ડી.કે.ચૌધરી, મુખ્ય અગ્રણી જિલ્લા પ્રમુખ બેંક.ઓફ.બરોડા ભરુચ શ્રી જે. એસ. પરમાર, વરિષ્ઠ પ્રબંધક રાજભાષા બેંક ઓફ બરોડા ક્ષેત્રીય ઓફિસ શ્રી કાર્તિક કુમાર તથા ક્ષેત્રીય રીજનલ ઓફિસ બેંક ઓફ બરોડાના વિવિધ વિભાગના અધિકારી અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા બેંક.ઓફ.બરોડા દ્વારા ૧લી સપ્ટેમ્બર થી 30 સપ્ટેમ્બર સુધી હિન્દી માસ તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે રાજભાષા હિન્દીના પ્રચાર-પ્રસાર અને ઉપયોજન માટે બેંક ઓફ બરોડા દ્વારા સુંદર આયોજન કરવામાં આવી રહ્યું છે આ દદરમિયાન બેંકના કર્મચારીઓએ જુદી જુદી પ્રતિયોગિતામાં ભાગ લઈને પ્રથમ, દ્વિતીય,તૃતીય અને પ્રોત્સાહક ઇનામો પણ મેળવ્યા બેંક ઓફ બરોડાની કચેરીઓ દ્વારા પણ ઈનામ જાહેર કરવામાં આવેલ છે જેમાં ભરૂચની ક્ષેત્રીય કચેરી પ્રથમ સ્થાન મેળવ્યું હતું. સર્વે અધિકારીઓએ હિન્દી ભાષાને કારણે વિદેશમાં પણ એમને થયેલા હકારાત્મક અનુભવો થયા જણાવ્યા હતા.




ભાવેશ મુલાણી, બ્યૂરો ચિફ, ગુજરાત.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here