Home Kheda (Anand) એકેડેમિક હાઈટ પબ્લિક સ્કૂલમાં હિન્દી દિવસની ઉજવણી કરવામાં આવી.

એકેડેમિક હાઈટ પબ્લિક સ્કૂલમાં હિન્દી દિવસની ઉજવણી કરવામાં આવી.

87
0

અત્યારે જ્યારે સમગ્ર ભારત વર્ષમાં ૧૪મી સપ્ટેમ્બરના રોજ હિન્દી દિવસની ઉજવણી કરવામાં આવે છે ત્યારે આણંદ જિલ્લામાં અજરપુરા ખાતે આવેલ એકેડેમિક હાઈટ પબ્લિક સ્કૂલમાં ધોરણ ૧ થી પ-ના વિદ્યાર્થીઓ માટે વર્ચ્યુઅલ રીતે હિન્દી દિવસની ઉજવણી કરવામાં આવી હતી.કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવી હતી કાર્યક્રમનું સંચાલન હરજીત મેડમ, હિન્દી નાટકની પ્રસ્તુતિ પિનલગીરી ગોસ્વામી, હિન્દી દિવસનું મહત્વ નિલેશ સર,કાવ્યનું પઠન પલક મેડમ અને આભાર વિધિ નીલમ મેડમ દ્વારા કરવામાં આવી હતી.
ઉપરાંત ધોરણ ૬ થી ૧૦ ના વિદ્યાર્થીઓ માટે પણ શાળામાં હિન્દી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ધોરણ 10 ના વિદ્યાર્થીઓએ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. શાળાના વિદ્યાર્થીઓ સ્વેની અને જાહિદે હિન્દી ભાષાનું મહત્વ પોતાના વક્તવ્ય દ્વારા સમજાવ્યું હતું. ઉપરાંત આદિલ નામના પ્રતિજ્ઞાપત્રની પ્રસ્તુતિ કરી હતી અને વિદ્યાર્થીઓએ દોહાની પ્રસ્તુતિ કરી હતી.દરેક બાળક હિન્દીનું મહત્વ કેળવે ઉપરાંત હિન્દીનો રોજબરોજની ભાષામાં ઉપયોગ કરે તેવી આશા શાળાના આચાર્ય પારૂલબેને બાળકો અને વાલી મિત્રો પાસે રાખી હતી.અંતે શાળાના આચાર્ય પારૂલબેન અને સંસ્થાના ટ્રસ્ટીગણ દ્વારા AHPS પરિવાર તથા બાળકોને હિન્દી દિવસની શુભેચ્છા પાઠવવામાં હતી.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here