Home Gujarat કોરોના કાળની વિકટ પરિસ્થિતિમાં હિન્દુ યુવા સંગઠન સાબરકાંઠા દ્વારા હિંમતનગરના સ્મશાનગૃહમાં એક...

કોરોના કાળની વિકટ પરિસ્થિતિમાં હિન્દુ યુવા સંગઠન સાબરકાંઠા દ્વારા હિંમતનગરના સ્મશાનગૃહમાં એક હજાર થી વધારે પૂળા આપ્યા

90
0

સમગ્ર ગુજરાત રાજ્યમાં કોરોના જીવલેણ વાયરસે ભરડો લીધો છે ત્યારે હાલની પરિસ્થિતિમાં ગુજરાત રાજ્યમાં તમામ સરકારી હોસ્પિટલ તેમજ ખાનગી હોસ્પિટલમાં બેડ ની અછત હોવાના કારણે દિનપ્રતિદિન ખૂબ જ મોટી સંખ્યામાં લોકોના કોરોના ના કારણે મોત નિપજે છે ત્યારે સાબરકાંઠા જિલ્લામાં પણ કોરોના પોઝિટિવ ની સંખ્યામાં ધરખમ વધારો જોવા મળ્યો છે જિલ્લાની તમામ હોસ્પિટલો કોરોના દર્દીઓ ના સારવાર માં પેક છે દિન-પ્રતિદિન જિલ્લામાં પણ મૃતકોની સંખ્યામાં વધારો થતો જણાય છે.
આ પરિસ્થિતિમાં સેવાના કાર્યોમાં અગ્રસ્થાન આપતી સંસ્થા હિન્દુ યુવા સંગઠન ભારત સાબરકાંઠા ટીમ દ્વારા આજે હિંમતનગર શહેરના નગરપાલિકા સંચાલિત સ્મશાન ગૃહમાં સ્મશાનમાં અગવડતા ન પડે તે અર્થે અંદાજે એક હજાર જેટલા સૂકા પૂળા ની વ્યવસ્થા સંગઠન દ્વારા કરવામાં આવી હતી જ્યારે જ્યારે સમાજને મદદની જરૂર હોય છે ત્યારે સેવાના કાર્યમાં અવ્વ્લ હોય છે હિન્દુ યુવા સંગઠન સાબરકાંઠા કોઈ પણ જાતના સ્વાર્થ વગર અને નિશુલ્ક સેવા આપે છે આ સંગઠન તેથી વિશેષ વાત કરવામાં આવે તો હિન્દુ યુવા સંગઠન ભારત ઉત્તર ગુજરાત અધ્યક્ષ ભુગુંવેન્દ્રસિંહ કુંપાવત દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ૧૫ _ ૧૫ કાર્યકર્તાઓ ની ટીમો સાબરકાંઠા માં કોરોના ના દર્દીઓ ની સેવા મા લાગેલ છે, હાલની પરિસ્થિતિ કોરોના કાળમાં સમાજને જ્યાં જ્યાં જરૂર હશે ત્યાં હિન્દુ યુવા સંગઠન તત્પર રહેશે આજના સેવાકીય કાર્ય હિન્દુ યુવા સંગઠન સાબરકાંઠાના તમામ પદાધિકારીઓ તથા કાર્યકરો પોતાના પરિવારની ચિંતા કર્યા વિના લોકસેવામાં ભાગીદાર બન્યા છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here