Home Gujarat ગૃહ મંત્રીશ્રી હર્ષ સંધવીએ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીશ્રી અમિતભાઇ શાહની ખેડા...

ગૃહ મંત્રીશ્રી હર્ષ સંધવીએ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીશ્રી અમિતભાઇ શાહની ખેડા જિલ્લાની મુલાકાતના સંદર્ભે પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરી

77
0

રેલ્વે દ્વારા ગૃહ મંત્રીશ્રી હર્ષ સંધવીનું નડિયાદ ખાતે આગમન
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીશ્રી અમિતભાઇ શાહ તા.૨૯ મે, ૨૦૨૨ રવિવારના રોજ ખેડા જિલ્લાના વડામથક નડિયાદ ખાતે એક દિવસીય મુલાકાતે પધારી રહ્યાં છે તેની પૂર્વ તૈયારીઓ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે. આ પૂર્વ તૈયારીઓની સમીક્ષા અર્થે ગૃહ રાજય મંત્રીશ્રી હર્ષ સંધવીએ નડિયાદ હેલીપેડ મેદાનની મુલાકાત લીધી હતી અને જરૂરી માર્ગદર્શન પુરુ પાડ્યુ હતું.અત્રે ઉલ્લેખનીય છે કે નડિયાદ હેલીપેડ મેદાન ખાતે યોજાનાર એક કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રી અમિતભાઇ શાહ ગુજરાત પોલીસ આવાસ નિગમ દ્વારા નવનિર્મિત આશરે રૂા.૨૩,૪૫૪.૦૮ લાખના ખર્ચે બનેલ ૯૨૫ પોલીસ આવાસોનું લોકાર્પણ કરશે. રાજ્યના ૧૯ જિલ્લાની ૪૮ જગ્યાએ આ આવાસો નિર્માણ પામ્યાં છે. ખેડા જિલ્લામાં કુલ રૂા.૨૩,૪૫૪.૦૮ લાખના ખર્ચે બનેલ ૯૨૫ આવાસોમાંથી ૮૮૬ રહેણાંકના આવાસો છે, જ્યારે ૨૯ બિન રહેણાંકના આવાસો છે.કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રીની આ મુલાકાત માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. કેન્દ્રીય મંત્રીશ્રીની આ મુલાકાત વખતે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમની સાથે ખેડાના સાંસદ અને કેન્દ્રીય સંચાર મંત્રીશ્રી દેવુસિંહ ચૌહાણ, ગુજરાત વિધાનસભાના દંડકશ્રી પંકજભાઇ દેસાઇ અને જિલ્લાના પદાધિકારીશ્રીઓ, જિલ્લા કલેક્ટરશ્રી,સહિત ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહેનાર છે.
આજે ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીની હેલીપેડ તેમજ સર્કિટ હાઉસની મુલાકાત વખતે કેન્દ્રીય સંચાર મંત્રીશ્રી દેવુસિંહ ચૌહાણ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ મંત્રીશ્રી અર્જૂનસિંહ ચૌહાણ, વિભાનસભાના મુખ્યદંડકશ્રી પંકજભાઈ દેસાઈ, ડી.જી.શ્રી આશીષ ભાટીયા, આઈ.જી શ્રી કે. ચંન્દ્રશેખરજી, જિલ્લા કલેક્ટરશ્રી કે.એલ.બચાણી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી મેહુલભાઈ દવે, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી નયનાબેન પટેલ, એસ.પી.શ્રી રાજેશ ગઢીયા, અગ્રણીશ્રી વિપુલ પટેલ, એ.પી.એમ.સી ના ચેરમેનશ્રી અપુર્વ પટેલ, શ્રી અજય બ્રહ્મભટ્ટ, તથા જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here