Home Rajpipla રાજપીપળા શહેરમાં પ્રધાનમંત્રી આવાસ યોજના ના અટકેલા હપ્તા માટે પાલિકાના નવા C.O.પર...

રાજપીપળા શહેરમાં પ્રધાનમંત્રી આવાસ યોજના ના અટકેલા હપ્તા માટે પાલિકાના નવા C.O.પર સૌને આશા

10
0

અગાઉના બે મુખ્ય અધિકારીઓ નવા કાયદા બતાવતા સરકાર ની ગાઈડલાઈન કરતા વધુ દસ્તાવેજો માંગતા હોય હાલ મુકાયેલા સી.ઓ પર સૌની આશા
(ભરત શાહ દ્વારા) – રાજપીપળા : રાજપીપળા નગર પાલિકા વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજના 2017 ના વર્ષ થી શરૂ થઈ હતી જેમાં સરકારની ગાઈડલાઈન મુજબ લાભાર્થીઓ પાસે જરૂરી દસ્તાવેજો ફોર્મ સાથે આપવાના હોય તે બાદ જે તે એજન્સી દ્વારા નિયમ મુજબ કમગીરી થતી હોય જેમાં 2017ના વર્ષમાં લગભગ 150 જેવા લાભાર્થીઓના ફોર્મ મંજુર થયા અને હાલ તેમના મોટાભાગના હપ્તા પણ આવી ગયા હોય ત્યારબાદ ના વર્ષો માં સરકારી ગાઈડલાઈન મુજબ જ ફોર્મ ભરાયા હોવા છતાં રાજપીપળા નગરપાલિકાના માં વારંવાર બદલાતા મુખ્ય અધિકારીઓ દ્વારા નવા નવા નિયમો લાગુ કરાયા જેમાં ઘણા મહિનાઓ થી સરકાર ની ગાઈડલાઈન કરતા પણ વધુ દસ્તાવેજ ની માંગણી કરાતા લાભાર્થીઓ ના હપ્તા માટેના લિસ્ટ પર અગાઉના બે મુખ્ય અધિકારી ની સહિઓ ન થતા લાભાર્થીઓ હપ્તાની રાહ જોઈ ધક્કા ખાઈ રહ્યા હતા જોકે હાલ નવા મુકાયેલા મુખ્ય અધિકારી રાહુલદેવ ઢોડિયા આ બાબતે ઘટતું કરી લાભાર્થીઓના અટકેલા હપ્તા બાબતે કાર્યવાહી કરશે તેવી સૌને આશા સેવી રહ્યા છે.
રાજપીપળા નગરપાલિકાના મુખ્ય અધિકારી રાહુલદેવ ઢોડિયા એ જણાવ્યું કે મને પણ આવાસ ના હપ્તા બાબતે અમુક લાભાર્થીઓ ની રજુઆત મળી છે મેં તાજેતરમાં જ ચાર્જ સંભાળ્યો છે માટે ટૂંક સમયમાં લાભાર્થીની આ સમસ્યા દૂર થાય તે દિશામાં પ્રયાસ કરીશ

Previous articleધાંગધ્રા દરિયાલાલ વાડી ખાતે શહેર ભાજપ ની કારોબારી બેઠક યોજાઇ
Next articleસણદ્રા ગામમાં કૌટુંબિક સાળા બનેવી વચ્ચે બોલાચાલી થતા ખલ ના હાથા વડે જીવલેણ હુમલો કરતા ફરીયાદ થઈ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here