Home International ચીનના સરકારી પીઠ્ઠુ ‘ગ્લોબલ ટાએમ્સ’ ના એડિટર હૂ શિજિને દાવો કર્યો છે...

ચીનના સરકારી પીઠ્ઠુ ‘ગ્લોબલ ટાએમ્સ’ ના એડિટર હૂ શિજિને દાવો કર્યો છે કે, અમેરિકાના રાષ્ટ્રાતિ ડૉનાલ્ડ ટ્રમ્પ ફરીથી ચૂંટણીમાં જીત મેળવવા

24
0

દક્ષિણ ચીન મહાસાગરમાં તાઈવાન સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે ચીનને અમેરિકી મિસાઈલ હુમલાનો ડર સતાવી રહ્યો છે. ચીનના સરકારી પીઠ્ઠુ ‘ગ્લોબલ ટાએમ્સ’ ના એડિટર હૂ શિજિને દાવો કર્યો છે કે, અમેરિકાના રાષ્ટ્રાતિ ડૉનાલ્ડ ટ્રમ્પ ફરીથી ચૂંટણીમાં જીત મેળવવા માટે સાઉથ ચાઈના સીમાં આવેલા ચીની દ્વિપો પર ડ્રોન વડે મિસાઈલ હુમલા કરાવી શકે છે. ધમકી ભર્યા અંદાજમાં તેમણે કહ્યું હતું કે, ચીની સેના તેનો આકરો જવાબ આપશે.
હૂ શિજિને ટ્વિટ કરી કહ્યું હતું કે, મળતી સૂચનાઓના આધારે મારૂ માનવું છે કે, ટ્ર્રમ્પ સરકાર ફરીથી ચૂંટણી જીતવા માટે સાઉથ ચાઈના સીમાં ચીનના દ્વિપ પર MQ-9 રીપર ડ્રોનથી મિસાઈલ વડે હુમલો કરાવવાનું જોખમ ઉઠાવી શકે છે. જો આમ થશે તો ચીની સેના પીએલએ નિશ્ચિત રૂપે જોરદાર રીતે વળતો પ્રહાર કરશે અને જે લોકો યુદ્ધ શરૂ કરશે તેને સણસણતો જવાબ આપશે.
અમેરિકાની સેના તાઈવાન પાછી ફરી તો ચીન છેડી દેશે યુદ્ધ
તાઈવાનને લઈને ચીન અને અમેરિકા વચ્ચે તણાવ ખુબ વધી ગયો છે. આ તણાવ વચ્ચે અગાઉ પણ ગ્લોબલ ટાઈમ્સે ધમકી આપી દીધી હતી કે જો અમેરિકાની સેના તાઈવાનમાં પાછી ફરશે તો ચીન યુદ્ધ ચેડી દેશે. ગ્લોબલ ટાઈમ્સના એડિટર હૂ શિજિને અમેરિકા અને તાઈવાનને ધમકાવતા કહ્યું હતું કે, ચીન અલગાવ વિરોધી કાયદો એક એવો ટાઈગર છે જેને દાંત પણ છે.
હૂ શિજિને ટ્વિટ કરીને લખ્યું હતું કે – હું અમેરિકા અને તાઈવાનમાં આ પ્રકારની વિચારધારા ધરાવતા લોકોને નિશ્ચિતરૂપે ચેતવણી આપવા માંગુ છું. એક વાર તે તાઈવાનમાં અમેરોકી સેનાને પાછી બોલાવવાનો નિર્ણય કરશે તો ચીની સેના નિશ્ચિત રૂપે પોતાની અખંડતાની રક્ષા માટે એક ન્યાય યુદ્ધ શરૂ કરી દેશે. ચીનનો એલગાવ વિરોધી કાયદો એક એવો ટાઈગર છે જેને દાંત પણ છે.


Previous articleSBIએ કહ્યું કે, સાયબર ક્રિમિનલ હવે ફરજી વોટ્સએપ કોલ અને મેસેજ મારફતે ગ્રાહકોને નિશાન બનાવી રહ્યા છે…
Next articleબીએસઈ પર બેંચમાર્ક ઈન્ડેક્સ સેન્સેક્સ 8.41 અંક અથવા 0.02 ટકાના નજીવા ઘટાડા સાથે 37,973 નજીક બંધ આવ્યો…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here