(ભરત શાહ દ્વારા) – રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના પ્રતાપનગર ગામમાં પત્ની ને લાકડા થી મારતા તેનું મોત થતા પોલીસે પતિ વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કર્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર પ્રતાપનગર ની નવી નગરી માં રહેતી દક્ષાબેન રતિલાલ વસાવા ની ફરિયાદ મુજબ તેની માતા સંગીતાબેન રતિલાલનભાઈ વસાવા એ જમવાનું બનાવ્યા બાદ પિતા રતિલાલ છોટુભાઈ વસાવા જમવા બેઠા બાદ પિતા એ માતાને કહ્યું કે તું એ જમવાનું કેમ બરાબર બનાવ્યુ નથી તેમ કહીં માતા સંગીતાબેન ને પિતા રતીલાલભાઇ એ લાકડાથી શરીરે મુઢ માર મારી મારી નાંખી ત્યાંથી રતિલાલ નાસી જતા આમલેથા પોલીસે રતિલાલ વિરુદ્ધ હત્યા નો ગુનો દાખલ કરી તેને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.