કાનપુર શૂટઆઉટના મુખ્ય આરોપી વિકાસ દુબેની મધ્યપ્રદેશના ઉજ્જૈનથી ધરપકડ થઇ ગઇ. પોલીસે ધરપકડ કર્યા બાદ પણ વિકાસ દુબેનો ઘમંડ ઓછો થયો નથી. પોલીસે જ્યારે તેને દબોચી લીધો અને ગાડીમાં બેસાડ્યો તો પણ પોતાનો ઘમંડ દેખાડતા બૂમો પાડવા લાગ્યો, હું વિકાસ દુબે છું કાનપુર વાળો…
વિકાસ દુબેના ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં હોવાની માહિતી પર પોલીસ પહોંચી. પોલીસે તેની ધરપકડ કરી લીધી. પોલીસ તેને પકડીને ગાડી સુધી લાવી. આ દરમ્યાન પોલીસે તેને ગરદનના પાછળના ભાગથી, એક પોલીસવાળાએ તેને કમરની તરફથી અને એક એ તેનો હાથ પકડી લીધો જેથી કરીને ભાગી ના જાય
પોલીસવાળાને આપી આવી ધમકી
પકડાયા બાદ પણ વિકાસ દુબેના ચહેરા પર ડરની કોઇ લકીર નહોતી દેખાતી. તે ગાડી સુધી પહોંચી ગયો. ગાડીની પાસે આવીને જ્યારે પોલીસે તેને પકડીને અંદર બેસાડવાનો પ્રયાસ કર્યો તો તેને પોલીસને ધમકી આપી કે તે કાનપુરવાળો વિકાસ દુબે છે. વિકાસ દુબે જોરથી બોલ્યો, ‘હું વિકાસ દુબે છું કાનપુર વાળો…’ આટલું બોલતા જ તેની શાન ઠેકાણે લાવવા પાછળ ઉભેલા એક પોલીસવાળાએ તેને એક લાફો મારી દીધો.
ચહેરા પર કોઇ ડર દેખાયો નહીં
પોલીસવાળાઓએ તેને પાછળથી લાફો માર્યો તો આગળ ઉભેલા એક પોલીસવાળાને વિકાસ દુબે એ ગુસ્સામાં આંખ દેકાડી. વિકાસને જોઇને લાગતું નહોતું કે તેની ધરપકડ થઇ હોય કે પછી કાયદાનો કોઇ ડર લાગતો નહોતો.
આવી રીતે પકડાઇ ગયો વિકાસ
મહાકાલ મંદિરના પૂજારી આશિષે કહ્યું કે એનકાઉન્ટરના ડરથી વિકાસ દુબે ખુદ સરેન્ડર કરવા માંગતો હતો. મંદિર પરિસરમાં પહોંચ્યા બાદ વિકાસ દુબે બૂમો પાડીને કહેવા લાગ્યો કે તે જ વિકાસ દુબે છે. તેણે મહાકાલ મંદિરના સુરક્ષાકર્મીઓને કહ્યું કે પોલીસને માહિતી આપી દેવામાં આવે. ત્યારબાદ મહાકાલ મંદિરની પોલીસ ચોકીને માહિતી આપી દીધી. આ આખું પ્રકરણ સવારે લગભગ 9 વાગ્યાની આસપાસ થયું. વિકાસ દુબે એ 250 રૂપિયાની રસીદ કપાવીને મંદિરમાં દાખલ થયો હતો.