Home Business ક્રેડિટ કાર્ડના બિલ બાકી છે, તો તે સમય, પ્રયત્ન અને દેણામુક્ત બનવાની...

ક્રેડિટ કાર્ડના બિલ બાકી છે, તો તે સમય, પ્રયત્ન અને દેણામુક્ત બનવાની યોજનાને પ્રાથમિક્તા આપો.

27
0

વર્ષ 2020 સમાપ્ત થવાનું છે અને હવે ઘણા લોકો નવા વર્ષ માટેની તૈયારી કરી રહ્યા છે. જોકે વર્ષ 2020 કોરોના સમયગાળા માટે યાદ કરવામાં આવશે, પરંતુ નવા વર્ષમાં દરેક વ્યક્તિ તે ખરાબ યાદોને ભૂલીને આગળ વધવાનું પસંદ કરશે. જો આપણે વર્ષ 2021 યાદગાર બનાવવા અને આવનારા ભવિષ્યને ઉજળુ કરવા માંગતા હો તો 2020માંથી નવો પાઠ શીખીને આગળ વધીશુ.
જો તમે તમારા દેવાથી મુક્તિ મેળવવા માંગો છો, તો તમે તમારી જાતને વધુ આર્થિક સુરક્ષિત અને માનસિક રીતે સંતુલિત બનાવો. જો તમે ઘણી લોન ( Loan) લીધી હોય, જો ક્રેડિટ કાર્ડના બિલ બાકી છે, તો તે સમય, પ્રયત્ન અને દેણામુક્ત બનવાની યોજનાને પ્રાથમિક્તા આપો.
આવક અને ખર્ચના લેખા જોખા રાખો
ભવિષ્યને સુનિશ્ચિત કરવા માટે તમારી આવક અને ખર્ચની યાદી તૈયાર કરો. જેમ કે ભાડું, EMI, ખાદ્ય ખર્ચ, વાહનનો ખરચો વગેરે. બીજી યાદી તૈયાર કરો કારણ કે કેટલાક ખર્ચ એવા છે જેનો ખર્ચ કરવો ફરજિયાત છે.
ખર્ચમાં ઘટાડો કરો
દેવું ઓછુ કરવા માટે તમારે તમારા ખર્ચમાં ઘટાડો કરવો પડશે. તમારા કેટલાક ખર્ચ જેવા કે જીમ, કેબલ ટીવી સબ્સ્ક્રિપ્શન્સ, ઓનલાઇન સ્ટ્રીમિંગ સબ્સ્ક્રિપ્શન્સ જેવી સેવાઓ તમને દેવામાં મિકી શકે છે આથી આ કરતા પહેલા જરૂર એકવાર તમારી આવક પર નજર કરો. હાલ કોરોનાને કારણે તમને ઘરે જ રહેવાનો સમય મળશે આથી જીમ, એક્સરસાઇઝ ઘરે જ રહીને કરશો તો સમય બચશે.


Previous articleખેડૂતો મુજબ હાલના કાયદાની જેમ નવા કાયદા ખેડૂતોને લઘુતમ ભાવોની બાંહેધરી આપતા નથી.
Next articleઅમદાવાદ મા ઘરફોડ ચોરી કરવા આવેલી દિલ્હીની ગેંગ નો પર્દાફાશ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here