Home Gujarat માસ્ક પહેરીને નીકળજો નહીં તો વારો પડી જશે, કોરોનાની નવી SOPને લઇ...

માસ્ક પહેરીને નીકળજો નહીં તો વારો પડી જશે, કોરોનાની નવી SOPને લઇ રાજ્યનાં DGPએ આપી આ ચેતવણી

130
0

રાજ્યમાં આજથી નવી SOP લાગુ થઈ છે. ત્યારે રાજ્યનાં ડીજીપી આશિષ ભાટિયાએ પ્રેસ કોન્ફરન્સ સંબોધી નવી એસઓપી અંગે માહિતી આપી. તેમણે જણાવ્યું કે, ‘રાજ્યના જે શહેરોમાં કોરોનાના કેસમાં વધારો થયો છે તે શહેરમાં કર્ફ્યુ લાગુ કરવામાં આવ્યો છે. કર્ફ્યુ દરમ્યાન જનતા સાથે માનવીય અભિગમ દાખવવા માટે પોલીસ વિભાગને કહેવામાં આવ્યું છે.


જે નાગરિક માસ્ક નહીં પહેરે તેની પાસેથી દંડ વસૂલવામાં આવશે. નવી ગાઈડલાઈનમાં હોટલમાં 75 ટકા લોકોની છૂટ આપવામાં આવી છે. કોચિંગ ક્લાસમાં 50 ટકા બાળકોનાં અભ્યાસની છૂટ આપવામાં આવી છે.’ આ ઉપરાંત DGP આશિષ ભાટિયાએ લોકોને નવી ગાઈડલાઈનનું પાલન કરવાની પણ અપીલ કરી છે.


જાણો શું છે નવી ગાઇડલાઇન?

ગુજરાતમાં કોરોના અને ઓમિક્રોનનો ખૌફ એટલી હદે ફેલાઇ ગયો છે કે હવે રાજ્ય સરકારે કોવિડ ગાઇડલાઇનમાં કડક નિયંત્રણો લાગુ કર્યા સિવાય છુટકો નથી. ત્યારે રાજ્ય સરકાર દ્વારા આખરે નવી SOP જાહેર કરી દેવાઇ છે. જેમાં રાજ્યનાં નવા 17 સહિત હવે ગુજરાતના 27 શહેરોમાં નાઈટ કર્ફ્યુ લગાવાયો છે. જેમાં વાંકાનેર, ધોરાજી, જેતપુર, ગોંડલ, સુરેન્દ્રનગર, ધ્રાંગ્રધા અને મોરબી સહિતનાં મહાનગરોમાં નાઇટ કર્ફ્યુ લાગુ કરાયો છે.

જાણો કોરોનાની શું છે સંપૂર્ણ નવી ગાઇડલાઇન?

મુખ્યમંત્રીએ આ ઉપરાંત કોરોના સંક્રમણનો વધુ પોઝિટિવિટી રેશિયો ધરાવતાં 17 નગરો સુરેન્દ્રનગર, ધ્રાંગ્રધ્રા, મોરબી, વાંકાનેર, ધોરાજી, ગોંડલ, જેતપુર,કાલાવડ, ગોધરા,વિજલપોર(નવસારી), નવસારી, બિલીમોરા, વ્યારા, વાપી, વલસાડ, ભરૂચ અને અંકલેશ્વરમાં પણ તારીખ ૨૨ જાન્યુઆરી ૨૦૨૨થી દરરોજ રાત્રે ૧૦ થી સવારે ૬ વાગ્યા સુધી રાત્રિ કરફયુનો અમલ કરાવવાનો નિર્ણય કર્યો છે.

નાઇટ કર્ફ્યુની હાલની જે સમયાવધિ તા.રર-૧-ર૦રરના સવારે ૬ વાગ્યે પૂર્ણ થાય છે તે વધુ ૭ દિવસો માટે લંબાવીને તા ૨૯ જાન્યુઆરી ૨૦૨૨ સુધીની કરવામાં આવી છે.જે અનુસાર, હવે 8 મહાનગરો ઉપરાંત 19 નગરોમાં તારીખ ૨૨ મી જાન્યુઆરી થી દરરોજ રાત્રિનાં 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધીના રાત્રિ કરફયુનો અમલ તા. 29 જાન્યુઆરી સુધી કરવામાં આવશે.

હોટલ-રેસ્ટોરાં દ્વારા કરવામાં આવતી હોમ ડિલિવરી હવે 24 કલાક ચાલુ રાખી શકાશે

ભૂપેન્દ્ર પટેલે કોર કમિટિની બેઠકમાં કોરોનાની સ્થિતીની સર્વગ્રાહી સમીક્ષા મંત્રીઓ અને વરિષ્ઠ સચિવો સાથે હાથ ધરીને અન્ય પણ મહત્વના નિર્ણયો કર્યા છે. આ નિર્ણયો મુજબ હોટલ-રેસ્ટોરાં દ્વારા કરવામાં આવતી હોમ ડિલિવરી હવે 24 કલાક ચાલુ રાખી શકાશે.નાઇટ કર્ફ્યૂ સહિતની SOPની આવતી કાલથી એટલે કે, 22મીએ તેની મુદ્દત પૂર્ણ થઈ રહી છે. આજ રોજ કોર કમિટીની બેઠક બાદ રાજ્ય સરકારે આજે નવી ગાઈડલાઈન્સ જાહેર કરી છે. આ બેઠકમાં વધુ નવા નિયંત્રણો મૂકવામાં આવ્યાં છે. જેમાં નાઇટ કર્ફ્યૂનો સમય અને લગ્નમાં મહેમાનોની છૂટ વિશે પણ કહેવામાં આવ્યું છે. નવી ગાઇડલાઇન્સમાં નાઇટ કર્ફ્યૂનો સમય હવેથી રાતનાં 10ને બદલે 9થી સવારનાં 6 વાગ્યા સુધીનો કરવામાં આવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here