Home Surat અંકલેશ્વરની કેસા કલર કેમનું ગેરકાયદે ડિસ્ચાર્જ

અંકલેશ્વરની કેસા કલર કેમનું ગેરકાયદે ડિસ્ચાર્જ

79
0

અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલી કેસા કલર કેમ કંપની ખાડીમાં બિન અધિકૃત રીતે ડિસ્ચાર્જ કરતા રંગેહાથ ઝડપાઈ જવા પામી હતી. એનસીટી મોનીટંરીગ ટીમ એ ઝડપી પાડી જીપીસીબી જાણ કરી હતી. જીપીસીબી દ્વારા સ્થળ તપાસ કરી વડી કચેરી એ રિપોર્ટ કર્યો હતો. અંકલેશ્વર જીઆઇડીસી માં પસાર થતી ખાડી માં પ્રદુષિત પાણી બારોબાર છોડવામાં આવી છે. જેને લઇ વારંવાર જળ પ્રદૂષણ ની ફરિયાદો ઉઠી રહી હતી. જેને લઇ જીપીસીબી તેમજ એનસીટી દ્વારા મોનીટરીંગ કરી નજર રાખવામાં આવી હતી.
ગત રાત્રી ના અંકલેશ્વર એન.સી.ટી ની ટીમ દ્વારા ખાડી વિસ્તાર માં સર્ચ પ્રદુષિત પાણી ખાડીમાં વહેતા નજરે પડતા તે તરફ સર્ચ કરતા પ્લોટ નમ્બર 7517 પર કેસા કલર કેમ કંપની માંથી બારોબાર પ્રદુષિત પાણી ખાડી માં આવી રહ્યું હોવાનું સામે આવતા મોનિટરિંગ ટીમ કંપની પર પહોંચી હતી. અને આ અંગે જીપીસીબી ને પણ જાણ કરતા જીપીસીબીની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને સેમ્પલ લીધા હતા. જીપીસીબી દ્વારા જરૂરી સ્થળ તપાસ કરી આ અંગેનો રિપોર્ટ વડી કચેરી ખાતે મોકલી આપ્યો હતો.


ભાવેશ મુલાણી, બ્યૂરો ચિફ, ગુજરાત.


Previous articleભરૂચ અને સુરતના ક્લામંદિર જવેલર્સમાં 2 ભેજાબાજોએ 4 નકલી બિસ્કિટ વેચી ઠગાઈ કરી, ફરિયાદ નોંધાઈ
Next articleગુજરાતમાં ઓમિક્રૉનની એન્ટ્રી, ઝીમ્બાબ્વેથી જામનગર આવેલ દર્દી કોરોના પોઝિટિવ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here