Crime

ગેરકાયદેસર માદક પદાર્થ (ચરસ) કુલ વજન ૩૪૨ ગ્રામ કિ.રૂ. ૫૧,૩૦૦/-મુદ્દામાલ સાથે એક ઈસમને પકડી પાડતી એસ.ઓ.જી.

મે પોલીસ અધિક્ષકશ્રી અજીત રાજયાણ સાહેબશ્રી નાઓએ એસ.ઓ.જી. શાખાને અસરકારક
કામગીરી કરવા તથા NDPS કેસો શોધી કાઢવા સારૂ સુચના આપેલ. જે અનુસંધાને એસ.ઓ.જી. પોલીસ
સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન એ એસ.આઇ. આરિફમિયા કાલુમિયા નાઓને ખાનગી
બાતમીદારથી બાતમી હકીકત મળેલ કે એક ઇકો ગાડી નંબર GJ02DE9828 નો ચાલક નશીલો પદાર્થ લઇ
સુરત થી આણંદ સામરખા ચોકડી થઇ અમદાવાદ તરફ જનાર છે જે આધારે પો.ઈન્સ. શ્રી જી.એન.પરમાર
તથા તથા સ્ટાફના માણસો તથા સરકારી પંચો સાથે રાખી બાતમીવાળી જગ્યા સામરખા ચોકડી આવી બાતમી વર્ણન વાળી ઇકો ગાડી આવતા તેને રોકી તપાસ કરતા ઇકો ગાડી માથી વિક્રમભાઇ પ્રહલાદભાઇ પટેલ હાલ રહે, વસ્ત્રાલ, મહાદેવ નગર ટેકરા, ધારા કોલોની, મકાન નંબર -૩૫, અમદાવાદ મુળ રહે-પિલુદ્રા, મોટો માઢ, તા જી-મહેસાણા નાનો મળી આવેલ અને તેના કબજા ભોગવટાની ઇકો ગાડી માથી માદક પદાર્થ ચરસ નો જથ્થો ૩૪૨ ગ્રામ જેની કિં.રૂ. ૫૧,૩૦૦/-નો મળી આવતા સરદ ઇમસને પકડી આણંદ ટાઉન પોસ્ટ, ખાતે NDPS એકટ મુજબ ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરતી એસ.ઓ.જી.


મુદામાલની વિગતઃ
૧) માદક પદાર્થ ચરસ ૩૪૨ ગ્રામ જેની કિં. રૂ.૫૧,૩૦૦/
૨) ઇકો ગાડી નંબર GJ02DE9828 ની આશરે કિ.રૂ. 3,00,000/
૩) રોકડા રૂપીયા ૧૩૧૦/
૪) એક મોબાઇલ ફોન કિં.રૂ ૩૦૦૦/
૫) ડ્રા.લા. ની નકલ કિં.રૂ ૦૦/-,
કામગીરી કરનાર ટીમ:
પો.ઈન્સ.શ્રી જી.એન.પરમાર, ASI આરીફમીયા, Hc હાર્દિકકુમાર, Pc ભરતકુમાર, PC ભાવિકકુમાર
PC જલાભાઇ, Pc સંદિપકુમાર, Pc ભાર્ગવસિહ, ડ્રા.પો. કો જીગ્નેશગિર

Leave a Reply

Your email address will not be published.