Home Tech ભારત સરકારની આ જાહેરાતની અવગણના ના કરતા નહી તો પછતાશો

ભારત સરકારની આ જાહેરાતની અવગણના ના કરતા નહી તો પછતાશો

4
0

દુનિયાભરમાં સોશિયલ નેટવર્કિંગ સાઇટનો વ્યાપ સતત વધી રહ્યો છે. ઘણા નવા પ્લેટફોર્મ સામે આવી રહ્યા છે, જેના દ્વારા લોકો એક-બીજા સાથે જોડાઇ રહ્યા છે. એક બાજૂ તેના દ્વારા નવા લોકો સાથે સંપર્ક થઇ રહ્યો છે તો ત્યાં જ બીજી તરફ સાઇબર ગુનાઓમાં પણ સતત વધારો થઇ રહ્યો છે.
સોશિયલ મીડિયામાં સાઇબર ક્રાઇમથી બચવાની ટિપ્સ
ફેસબુક, ટ્વીટર, વ્હોટ્સ એપ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા ઓનલાઇન ફ્રોડથી લઇ તસવીરો અને વીડિયોના ખોટા ઉપયોગના ઘણા મામલાઓ દેશભરમાં સામે આવી રહ્યા છે.
આવામાં કેન્દ્રીય ગૃહ મંત્રાલયની સાઇબર સેફ્ટી વિભાગે પોતાના ટ્વીટર હેન્ડલ Cyber Dost પર યૂઝર્સ માટે જરૂરી ટીપ્સ આપી છે. જેના ઉપયોગથી યૂઝર્સ સાઇબર ક્રાઇમથી બચી શકે છે.
સોશિયલ મીડિયા પર પોતાનું એડ્રેસ, ફોન નંબર, આધાર નંબર, ફોટો, જન્મતારીખ જેવી સંવેદનશીલ જાણકારીઓ શેર કરવાથી સાઇબર ક્રિમિનલ માટે તેનો ખોટી રીતે ઉપયોગ કરવું સરળ બની જાય છે. સોશિયલ મીડિયામાં આ પ્રકારની પોસ્ટ કરવાથી બચવું જોઇએ.
જો કોઇ પણ પ્રકારની ખાનગી જાણકારી સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવામાં આવી રહી છે તો તેનું ખાસ ધ્યાન રાખો કે તે તમારા જાણકારીના લોકોને જ દેખાય. આ માટે યોગ્ય રીતે પ્રાઇવેસી સેટિંગ્સનો ઉપયોગ કરો. સોશિયલ મીડિયામાં અજાણ્યા લોકોની ફ્રેંડ રિક્વેસ્ટ એક્સેપ્ટ કરતા પહેલા તેમની પ્રોફાઇલ જોઇ લો અને સાવધાની રાખો. આ તમને ફસાવવા માટેની જાળ પણ હોઇ શકે છે.
સાઇબર ક્રિમિનલ્સ હંમેશા સોશિયલ મીડિયામાં બનાવટી પ્રોફાઇલ બનાવી પોતાના શિકારની નજીક જવાની કોશિશ કરે છે અને તેમની અંગત જાણકારી અથવા પર્સનલ ડેટા હાંસલ કરે છે. સાથે જ તેમનો વિશ્વાસ કેળવવાની કોશિશ કરે છે. જેના પછી યૂઝર્સને નુક્સાન પહોંચાડે છે.
કોઇ પણ ઓનલાઇન ફ્રેંડ પર વિશ્વાસ ન રાખશો. જો તમે અસલ જિંદગીમાં પણ તેના પર વિશ્વાસ કરો છો તો જ આવું કરો. પરંતુ તેમા પણ સાવધાની રાખો.

Previous articleટ્રમ્પને હાથ મિલાવવુ પસંદ નથી પણ જ્યારે મેળવવો જ પડે ત્યારે કરે છે કંઈક આવુ
Next articleસરકારના ગૃહવિભાગ ના ઠરાવથી ” શહેર એકતા સમિતી ” મા ગીર સોમનાથ જીલ્લા ના પત્રકાર મિતેષ પરમાર ની નિમણુંક કરાઇ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here