રાતના ૧૦ વાગ્યા બાદ શહેરની દુકાનો બંધ કરવાનો નિર્ણયા ર૭ રસ્તા પરની તમામ દુકાનો બંદ કરવાનો નિર્ણય
માત્ર દવાની દુકાનો જ ચાલુ રહેશે
ખુલ્લી જગ્યા પર યુવકો ટોળે બેસતા હોવાનું સામે આવ્યુ યુવાનો થી ઘરના વડીલોની પણ સંક્રમણ ફેલાવવાનો ભય.
કોરોના અંગેના નિયમો ન પળાતા કેટલાક વિસ્તારોમાં દુકાનો-બજારો રાત્રે 10 પછી સદંતર બંધ રાખવા નિર્ણય….સમગ્ર વિશ્વમાં કોરોના સંક્રમણની પરિસ્થિતિ ગંભીર બની ચુકી છે. ત્યારે છેલ્લા 10થી 15 દિવસમાં શહેરના યુવાવર્ગ દ્વારા માસ્ક નહીં પહેરવું, માસ્ક ખોટી રીતે પહેરવુ, સમુહમાં ટોળે વળવુ, સામાજીક અંતર નહીં જાળવવું જેવા કોવિડ પ્રોટોકોલ ભંગ કરવાના કિસ્સાઓ વ્યાપક પ્રમાણમાં ધ્યાને આવ્યા છે.
આવી પ્રવૃત્તિઓ શહેરના અમુક ચોક્કસ વિસ્તારોમાં અને ખાસ કરીને રાત્રીના સમયે વધારે થતી હોવાનું જાણવા મળેલ છે. આવા યુવાનો જ્યારે પોતાના ઘરે જાય છે ત્યારે તેમના માતા-પિતા, કુટુંબીજનો અને બીજા વયોવૃદ્ધ લોકો માટે કોરોના સંક્રમણનું જોખમ અનેકગણું વધારી દે છે અને તેમની બેદરકારીનો ભોગ તેમના કુટુંબીજનો બને છે. જેના કારણે નાગરિકોને હોસ્પિટલાઈઝ્ડ કરવાના કિસ્સાઓ વધી રહ્યા છે. એટલુ જ નહીં કેટલાંક કમનસીબ કિસ્સાઓમાં મૃત્યુ પણ નોંધાયેલ છે.
છેલ્લા કેટલાક દિવસોમાં આ અંગે કોર્પોરેશન દ્વારા ઝુંબેશ ચલાવવા છતાં કેટલાક વિસ્તારોમાં કોવિડ પ્રોટોકોલ નિયમોનો ભંગ થતો જોવા મળી રહ્યો છે. જેને લઈને આજે યોજાયેલી મ્યુનિસિપલ કોર્પોરેશનની બેઠકમાં મ્યુ. કમિશનર, જુદા જુદા ઝોનના ડેપ્યુટી મ્યુ. કમિશનર અને ડેપ્યુટી કમિશનર હેલ્થની ઉપસ્થિતિમાં આ અંગે ચર્યા કરી શહેરના યુવાનો દ્વારા સમુહમાં ટોળે વળી કોવિડ પ્રોટોકોલના ભંગના કિસ્સાઓ અટકાવવા અનેે આવા યુવાઓ અને તેમના પરિવારજનોમાં ખાસ કરીને બાળકો તથા વયોવૃદ્ધ વડીલોને કોરોના સંક્રમણથી બચાવવા કેટલાક વિસ્તારોમાં તમામ દુકાનો-બજારો રાત્રીના 10 વાગ્યા પછી સદંતર બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
જેમાં પ્રહલ્લાદનગર રોડ, YMCAથી કાકે દા ઢાબા(કર્ણાવતી ક્લબ રોડ), પ્રહલ્લાદનગર ગાર્ડનથી પેલેડીયમ સર્કલ રોડ, બુટભવાની મંદિરથી આનંદનગર રોડ, એસ.જી. હાઈવે, ઈસ્કોન ક્રોસ રોડથી શપથ-4 અને 5 સર્વિસ રોડ, સિંધુભવન રોડ અને બોપલ-આંબલી રોડનો સમાવેશ થાય છે. આ વિસ્તારોમાં માત્ર દવાની દુકાનો ખુલ્લી રાખી સકાશે…