Home Ahmedabad અમદાવાદ જીવરાજપાર્કમાં મહિલાનો પતિ બીમાર હોઈ પૈસાની જરૂરિયાત સંતોષવા બદલ શરીરસુખની માંગણી

અમદાવાદ જીવરાજપાર્કમાં મહિલાનો પતિ બીમાર હોઈ પૈસાની જરૂરિયાત સંતોષવા બદલ શરીરસુખની માંગણી

4
0

વેજલપુર જીવરાજપાર્ક વિસ્તારમાં 39 વર્ષીય મહિલાનો પતિ બીમાર હોઈ આર્થિક મદદ ના બદલામાં શરીર સુખની માંગણી કરવાનો ચોંકાવનારો કિસ્સો બહાર આવ્યો છે. પ્રાપ્ત થતી માહિતી અનુસાર મહિલાનો પતિ બીમાર થતા તેણે પોતાના મિત્રો અને સાગ સંબંધીઓ પાસે પૈસાની જરૂરિયાત ની વાત કરી હતી.
જોકે મદદ મળી શકી ન હતી. દરમિયાન મહિલાના પુત્રના મિત્ર અને આંબાવાડી ખાતે રહેતા કોમલ સોલંકી પાસે મદદની માંગણી કરતા કૌશલ મહિલાના ઘરે આવ્યો હતો અને તેમના પતિ મુખ્યરૂમમાં અને દિકરો સ્નેહ તેના રૂમમાં સૂતો હતો ત્યારે કૌશલે તેમને 300 રૂપિયા આપીને પુછ્યું હતું કે તમારે કેટલા રૂપિયાની જરૂર પડશે.
તો મહિલાએ જણાવ્યુ હતુ કે મારે 10થી 15 હજાર રૂપિયાની જરૂર પડે. ત્યારે કૌશલ હું મારા પપ્પા સાથે વાત કરી તમને પૈસા અપાવીશ તેમ કરી મહિલાના શરીર પર હાથ ફેરવવા લાગ્યો અને હું તમારી સાથે છુ તેમ કહી જતો રહ્યો હતો. બાદમાં મહિલાને ફોન પર ઘરે મળવાની વાત કરી કોશલે કહ્યુ હતુ કે હું તમને પૈસા આપશે તો બદલામાં તમે મને શું આપશો..?
તો મહલિાએ જણાવેલ કે હું તમને વ્યાજ આપશે તેવી વાત કરતા કૌશલે વ્યાજની ના પાડી મારે તમારી સાથે શરીર સંબંધ બાંધવો છે તેવી વાત કરેલી. જેથી મહિલા આવુ કરવાની ના પાડતા કૌશલે ધમકી આપી હતી કે જો આ વાત મારા પપ્પા કે બીજા કોઈને કહેશો તો તમારો દીકરી સ્નેહ રાત્રીના બહાર ફરે છે તેને હું જોઈ લઈશ.
મહિલાએ આ અંગે વેજલપુર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Previous articleડાકોર ST બસ સ્ટેશનમાં પગાર ન મળતાં સફાઈકર્મીઓ હડતાલ નું શસ્ત્ર ઉગામ્યું
Next articleસુરતના ઉઘનાના મગદલ્લા રોડ પર આવેલું પેટ્રોલ પંપ હાલ તંત્ર દ્વારા બંધ કરી દેવામાં આવ્યું છે. આ પેટ્રોલ પંપ પર એકસાથે 12 કર્મચારીઓ કોરોના સંક્રમિત થતા પેટ્રોલ પંપ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here