Home Crime અંકલેશ્વર ના પાનોલી માં રૂપિયા ૩૦૦ ની લેતી દેતી ના મામલે એક...

અંકલેશ્વર ના પાનોલી માં રૂપિયા ૩૦૦ ની લેતી દેતી ના મામલે એક યુવક ની ચપ્પુ ના ઘા મારી હત્યા

40
0

દુકાને થી સામાન ઉધાર લઈ ગયા બાદ પૈસા ન ચુકવતા દુકાનદાર ના પુત્ર એ હત્યા કરી ફરાર અંકલેશ્વર રૂરલ પોલીસે તપાસ હાથ ધરી
અંકલેશ્વર તાલુકા ના પાનોલી ગામે રૂપીયા ૩૦0 ની લેતી દેતી ના મામલે દુકાનદાર ના પુત્ર એ ફળીયા માં રહેતા તેના ૩૩ વર્ષીય મિત્ર ને ચપ્પુ ના ઘા મારી હત્યા કરી ફરાર થઈ જતા રૂરલ પોલીસે હત્યારા મિત્ર ને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે
પોલીસ સૂત્રીય માહિતી મુજબ અંકલેશ્વર ના પાનોલી ગામ ની વીસ કોલોની પાસે રહેતા ૩૩ વર્ષીય પરવેઝ વસીમ શહેરી ગત તા.૧૨ મી એપ્રિલ ના રોજ ફળીયા રહેતા તેના મિત્ર સચિન રવિ વસાવા ના પિતા ની દુકાન ઉપર ગયો હતો જ્યાં તેને રૂપિયા ૩૦૦ નો ઉધાર સામાન લીધો હતો જે અંગે દુકાનદાર ના પુત્ર સચિન વસાવા તેની પાસે આવી ઉધાર સામાન ના પૈસા કેમ આપતો નથી તેમ કહી ઉશ્કેરાઈ જઈ ચપ્પુના ઘા મારી ફરાર થઇ ગયો હતો ગંભીર રીતે ઘાયલ પરવેઝ શહેરી ને સારવાર અર્થે ખરોડ ની વેલકેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતા ફરજ પર ના તબીબો એ તેને મૃત જાહેર કર્યો હતો આ બનાવ ની જાણ અંકલેશ્વર રૂરલ પોલીસ ને કરવામાં આવતા પોલીસ કાફલો આવી પહોંચી પરવેઝ શહેરી ના મૃતદેહ ને અંકલેશ્વર ની ડિસ્પેન્સરી ખાતે પોષ્ટ મોર્ટમ અર્થે ખસેડી સચીન વસાવા વિરુદ્ધ હત્યા નો ગુન્હો નોંધી તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે
ભાવેશ મુલાણી, બ્યૂરો ચિફ, ગુજરાત.


Previous articleઅંકલેશ્વર માં મરાઠી સમાજ દ્વારા ગુડી પડવો ની શ્રધ્ધાભેર ઉજવણી કરી
Next articleરાજપીપળા શાક માર્કેટ પાસે પાણીપુરી ની લારી પર સાત માણસો ભેગા કરતા જાહેરનામા ભંગ નો ગુનો નોંધાયો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here