Home Astrology જ્યોતિષ શાસ્ત્રમાં કેતુને રહસ્યમયી અને માયાવી ગ્રહ માનાવમાં આવે છે જે ઉલટી...

જ્યોતિષ શાસ્ત્રમાં કેતુને રહસ્યમયી અને માયાવી ગ્રહ માનાવમાં આવે છે જે ઉલટી ચાલ ચાલે છે….

89
0

જ્યોતિષ શાસ્ત્રમાં કેતુને રહસ્યમયી અને માયાવી ગ્રહ માનાવમાં આવે છે જે ઉલટી ચાલ ચાલે છે. કેતુ અંગે કહેવામાં આવ્યું છે કે કુંડલીમાં કેતુની સ્થિતિથી જીવન ખૂબ પ્રભાવિત થાય છે. જે આ શુભ સ્થિતિમાં છે તો ખાલી ભંડાર ભરાઇ જાય છે અને દરેક કાર્યમાં સફળતા મળે છે. પરંતુ જો અશુભ સ્થિતિમાં છે તો ભરેલો ભંડાર પણ ખાલી થઇ જાય છે અને જીવન પર નકારાત્મક પ્રભાવ પડે છે. કેતુ 23 સપ્ટેમ્બર બુધવારે ધન રાશિમાંથી નીકળીને વૃશ્વિકમાં વક્રી થશે. કેતુ આ પરિવર્તનથી દરેક રાશિ પર 18 મહિના સુધી અસર જોવા મળશે. તેમાથી કેટલીક રાશિઓના જીવનમાં ઉતાર-ચઢાવનો સામોન કરવો પડશે.
મિથુન રાશિ
“કેતુનું વક્રી થવું તમારા માટે સાધારણ ફળદાયક રહેશે. આ સમય દરમિયાન જીવનસાથી સાથે મતભેદ થઈ શકે છે અને તેમના પર ખર્ચ થઈ શકે છે. વ્યવસાય સ્થાપિત કરવાના પ્રયત્નો નિષ્ફળ થઈ શકે છે તેથી વધુ મહેનત કરતા રહેશો. પૈસાના લેણ-દેણથી બચો કારણકે જરૂરત તમને પડી શકે છે. તમારા સ્વાસ્થ્યની સંપૂર્ણ કાળજી લો અને મિત્રો સાથે વાત કરતી વખતે તમારો વાણી પર કાબૂ રાખો.
સિંહ રાશિ
“તમારી રાશિ માટે કેતુની અસર મિશ્રિત થશે. આ સમય દરમિયાન તમને તમારા બાળક તરફથી માનસિક તાણ આવી શકે છે અને સ્વાસ્થ્યની પણ ચિંતા થઈ શકે છે. પ્રેમ જીવનમાં ગેરસમજ થવાથી ગૂંગળામણ, એકલતા અનુભવી શકો છે. અલગ થવાની પરિસ્થિતિ ઉભી થઈ શકે છે. તેથી વાટાઘાટો દ્વારા પરિસ્થિતિને નિયંત્રિત કરો. ખર્ચ કરવાનું ટાળો નહીં તો આર્થિક સંતુલન બગડે છે. “
કન્યા રાશિ
કેતુના વક્રી થવાના કારણે કન્યા રાશિના લોકોએ સાવચેત રહેવું પડશે. આ સમય દરમિયાન, ઓફિસમાં કંઇક બાબતે સાથે કામ કરતા લોકો સાથે વિવાદ થઈ શકે છે. તેમજ પરિવારમાં અશાંતિનું વાતાવરણ રહેશે. કોઈપણ પ્રકારના વાહનથી અંતર રાખો, નહીં તો અકસ્માત થવાની સંભાવના છે. નોકરી બદલવા માટે હાલમાં કોઈ શુભ સમય નથી. જીવન સાથે સંબંધિત કોઈ મહત્વપૂર્ણ નિર્ણય પણ ન લો. “
તુલા રાશિ
કેતુનું વક્રી તમારી રાશિ માટે ખર્ચ લાવી શકે છે. આ સમય દરમિયાન નાના ભાઈ-બહેન સાથે ગેરસમજ થઈ શકે છે. તમારા સ્વાસ્થ્યનું સંપૂર્ણ ધ્યાન રાખો અને તમારા ખર્ચને નિયંત્રિત કરો. આવકમાં કોઈ સમસ્યા આવી શકે છે, જે માનસિક તણાવનું કારણ બની શકે છે. વૈવાહિક જીવનમાં મુશ્કેલીઓ અને સાસુ-સસરાથી નુકસાન થઈ શકે છે. “
વૃશ્વિક રાશિ
કેતુ તમારી રાશિના વક્રી થવા જઇ રહ્યો છે.. આ સમય દરમિયાન ગુસ્સા અને વાણી પર નિયંત્રણ રાખો અને જીવન સાથે સંબંધિત દરેક નિર્ણય કાળજીપૂર્વક લો. જો તમે કોઈ નવું કાર્ય શરૂ કરવાની યોજના બનાવી રહ્યા છો, તો પછી મોટા લોકો સાથે સલાહ લો. કોઈપણ રોકાણો ટાળો અને પરિવારના સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખો. કોઈપણ પ્રકારના વાયરસથી દૂર રહેવું. “
મકર રાશિ
કેતુ વક્રી થવાથી મકર રાશિના લોકો માટે માનસિક તાણ લાવી શકે છે. બિઝનેસમાં ભાગીદારો સાથે ચર્ચા કરવાથી માનસિક તાણ થઈ શકે છે. કેટલાક મહત્વપૂર્ણ ખર્ચ આવી શકે છે, જેના વિશે તમે કદાચ વિચાર્યું ન હોય. બાળકના ભવિષ્ય અંગેની ચિંતાઓ પરેશાન કરી શકે છે. પારિવારિક મામલામાં મતભેદ થઈ શકે છે. કાકા અને કાકી સાથેના સંબંધો બગડી શકે છે, તેથી બધું કાળજીપૂર્વક કરો. “


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here