Home Gujarat બનાસકાંઠા જિલ્લામાં માસ્ક, સોશ્યલ ડિસ્ટન્સીંગ વગેરેના ભંગ બદલ 99,064 કેસો નોંધાયાઃ અત્યાર...

બનાસકાંઠા જિલ્લામાં માસ્ક, સોશ્યલ ડિસ્ટન્સીંગ વગેરેના ભંગ બદલ 99,064 કેસો નોંધાયાઃ અત્યાર સુધીમાં રૂ. 5.86 કરોડનો દંડ વસુલાયો

47
0

કોરોના મહામારીના સંક્રમણને ઝડપથી અંકુશમાં લેવા માટે બનાસકાંઠા જિલ્લામાં માસ્ક, સોશ્યલ ડિસ્ટન્સીંગના ભંગ અને કલમ-૧૮૮ના કેસો વગેરે મળીને ગઇકાલ તા. ૨૪ એપ્રિલ-૨૦૨૧ સુધીમાં કુલ-૯૯,૦૬૪ કેસો નોંધાયા છે અને આ નિયમોનો ભંગ કરનાર વ્યક્તિઓ પાસેથી નિયમોનુંસાર અત્યાર સુધીમાં કુલ રૂ. ૫,૮૬,૩૦,૦૪૦/- દંડની રકમ વસુલ કરવામાં આવી છે.
તા.૨૪ એપ્રિલ-૨૦૨૧ સુધીમાં જિલ્લામાં માસ્ક, સોશ્યલ ડિસ્ટન્સીંગ વગેરેના તાલુકા દીઠ નોંધાયેલ કેસોનો વિગત આ પ્રમાણે છે. પાલનપુર-૧૭,૭૧૭, વડગામ-૬,૬૭૩, ડીસા-૨૦,૦૬૮, કાંકરેજ-૯,૦૯૭, દાંતા-૧૧,૬૬૬, અમીરગઢ-૪,૩૯૬, ધાનેરા- ૫,૪૬૬, દાંતીવાડા- ૬,૩૦૬, દિયોદર-૪૧૭, લાખણી-૯૨૭, થરાદ-૬,૩૨૩, વાવ-૪,૨૯૦, સૂઇગામ-૧,૮૨૯ અને ભાભરમાં- ૩,૮૮૯ કેસો નોંધાયા છે.
કોરોના સંક્રમણથી સલામત રહેવા લોકો વધુ જાગૃતિ દાખવે તે જરૂરી
કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે ત્યારે કોરોનાથી સલામત રહેવા લોકોએ ડરવાની જરૂર નથી પરંતું પુરતી જાગૃતિ દાખવે તે બહુ જરૂરી છે. અગત્યના કામ સિવાય ઘરની બહાર ન નિકળીએ, માસ્કનો ફરજીયાત રીતે ઉપયોગ કરીએ, વારંવાર સાબુથી હાથ ધોવાનું રાખીએ, સોશ્યલ ડિસ્ટન્સીંગનું જરૂર પાલન કરીએ.


Previous articleકોરોના મહામારી ને ધ્યાન મા રાખી સીતારામ સેવા ટ્રસ્ટ દ્વારા એક નવી પહેલ ઊભી કરેલ છે
Next articleરાજ્યમાં કોવીડની સ્થિતિને અનુલક્ષીને બોન્ડેડ તબીબોને હાજર થવા આદેશ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here