ડાંગનાં આહવા તાલુકામાં સમાવિષ્ટ બારીપાડા ગામે પાઇપલાઈન શોભાનાં ગાઠીયા સમાન બનતા ગામની મહિલાઓ બોર પાસે લાંબી લાઈનોમાં ઊભાં રહી પાણી ભરવા મજબુર બની છે…
પ્રાપ્ત વિગતો અનુસાર ઉનાળાની ઋતુ હાલમાં પૂરબહારમાં ચાલી રહી છે.ડાંગ જિલ્લામાં અમુક ગામડાઓમાં બોર,કુવાનાં તળિયા સુકાવાની સાથે ધીમે ધીમે પાણીની અછત સર્જાવા લાગી છે.તેવામાં કુવામાં પાણી હોય તો હવાડામાં આવે,આ કહેવત ડાંગ જિલ્લાનાં આહવા તાલુકામાં સમાવિષ્ટ બારીપાડા ગામને લાગુ પડે છે.બારીપાડા ગામમાં પાણીની સમસ્યા દૂર કરવા માટે પાણી પુરવઠાનાં વાસમો દ્વારા પાઇપલાઇન ગોઠવી ઘર ઘર નળ કનેક્શન કરવામાં આવ્યા છે. ગામમાં પાઇપલાઇન તો બનાવી દેવામાં આવી છે પરંતુ કૂવો જ બનાવવામાં આવ્યો નથી.
એટલે જ આ કહેવત અહીં સાચી ઠરે છે.બારીપાડા ગામમાં ઘર ઘર નળ કનેક્શન શોભાના ગાંઠિયા સમાન બની રહ્યા છે.ગામની બહેનોને ગામમાં પાઇપલાઇન હોવા છતાંય બોરિંગ ઉપર લાંબી લાઈનોમાં કલાકો ઉભા રહીને પાણી ભરવુ પડી રહ્યુ છે.બોરિંગ ઉપર કલાકે વારો આવતો હોય અહી પાણીની રાહ જોઈને બેસી રહેવુ પડે છે. આશરે 300 ઘરો ધરાવતા બારીપાડા ગામમાં દૂર દૂરથી મહિલાઓને બોરિગ ઉપર પાણી ભરવા આવવુ પડે છે.બારીપાડા ગામનાં આગેવાન સંતોષભાઈ ભુસારા અને બારીપાડાના સભ્ય ભગુભાઈ જણાવે છે કે પાણી પુરવઠા વિભાગ દ્વારા પાઇપલાઇન ગોઠવી દેવામાં આવી છે.વાસમો દ્વારા કૂવો પણ ગામમાં મંજુર થઈ ગયો હતો. પરંતુ જે હજી સુધી બનાવવામાં આવ્યો નથી.કૂવો ના બન્યો હોવાનાં કારણે પાઇપલાઇનનો કોઈ અર્થ રહેતો નથી.તેમનું કહેવુ છે કે પાઇપલાઇન સાથે કૂવો પણ જરૂરી છે.જેથી ગ્રામજનો ઘરબેઠા નળ કનેક્શન દ્વારા પાણી મેળવી શકે.મહિલાઓ બોરિગ ઉપર પાણી ભરવા માટે જયા જાય છે.ત્યા પાણીની રાહ જોવામાં આખો દિવસ વીતી જાય છે.તેમની માંગ છે કે વાસ્મોનાં અધિકારીઓ આ બાબતે ધ્યાન આપી તાત્કાલિક સમસ્યાનું નિરાકરણ કરે તે જરૂરી બની ગયુ છે..
એચ.બી.ઢીમ્મર-નાયબ કાર્યપાલક ઈજનેર વાસ્મો-આહવા આ બાબતે વાસ્મોનાં નાયબ કાર્યપાલક ઈજનેર એચ.બી ઢીમ્મર જોડે વાતચીત કરતા તેઓએ જણાવ્યુ હતુ કે વાસ્મો અંતર્ગત માત્ર ઘર ઘર નળ કનેક્શનની કામગીરી કરવામાં આવે છે.જ્યારે સોર્સ કુવાની કામગીરી હાલમાં પાણી પુરવઠાનું બોર્ડ વિભાગ કરે છે.જેથી બારીપાડાની સમસ્યા અંગે અમારા દ્વારા સોર્સ બોર્ડ વિભાગને જણાવી સમસ્યા હલ કરાશેનું જણાવી પોતાની જવાબદારીમાંથી હાથ ખંખેરી લીધા હતા…
(શેખર ખેરનાર ડાંગ)