અત્યાર સુધી ૧૯૪૩૪૮ લોકોને રસીકરણ હેઠળ આવરી લેવાયા : રસી મુકાવી સુરક્ષિત થવા અપીલ
ભરૂચ જિલ્લામાં કોરોનાના વધી રહેલા સંક્રમણને અટકાવવા સઘન પગલાં લેવાઈ રહ્યા છે. વહીવટીતંત્ર દ્વારા લોક જાગૃતિના સતત પ્રયાસો દ્વારા ખાનગી તેમજ સરકારી હોસ્પિટલોમાં બેડ ઉપલબ્ધ કરાવવાની કામગીરી વેગવંતી બનાવવામાં આવી છે. ભરૂચ જિલ્લામાં કોરોના દર્દીને સમયસર સારવાર મળી રહે તે અંર્થે જિલ્લામાં ૪૩ ખાનગી અને ૦૭ સરકારી મળી કુલ ૫૮ હોસ્પિટલોમાં ૨૩૭૪ બેડની સવલત ઉભી કરાયેલ છે તેમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી-ભરૂચે જણાવ્યું છે.
વધુમાં જણાવ્યું કે, જિલ્લામાં DCH(MOU) હોસ્પિટલ ૬ છે જેમા ૪૩૧ બેડ, ૩૬૯ ઓક્સિજન બેડ, ૨૪ વેન્ટિલેટર છે. DCH(એમપેનલ) હોસ્પિટલ ૩૯ છે જેમાં ૧૨૫૩ બેડ, ૯૨૬ ઓક્સિજન બેડ, ૭૦ વેન્ટિલેટર છે. કોવિડ હેલ્થ સેન્ટર(CHC) ૭ હોસ્પિટલ છે. ૨૫૬ બેડ, ૬૭ ઓક્સિજન બેડ, ૦૯ વેન્ટિલેટર છે અને કોવિડ કેર સેન્ટર (CCC) ૬ હોસ્પિટલ છે અને ૪૨૪ બેડ, ૫૦ ઓક્સિજન બેડની વ્યવસ્થા ઉપલબ્ધ કરાઈ છે.
તેમણે ઉમેર્યું હતું કે, જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જિલ્લાના ગ્રામ્ય કક્ષા સુધી કોરોના મહામારી સામે રક્ષણ આપવા માટે આરોગ્યતંત્ર દ્વારા સઘન કામગીરી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત લોકોમાં રસીકરણની જાગૃતિ ફેલાય અને જિલ્લામાં ૪૫ વર્ષથી મોટી ઉંમરના તમામ વ્યક્તિઓ રસી લે તે માટેની પણ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જિલ્લામાં પાત્રતા ધરાવતાં નાગરિકોને વેક્સિન મુકાવીને સુરક્ષિત બનવા વહીવટીતંત્ર દ્વારા અપીલ કરેલ છે. જિલ્લાના તમામ તાલુકાઓમાં રસીકરણ કેમ્પ કરવામાં આવી રહ્યા છે. અત્યાર સુધીમાં ૧૯૪૩૪૮ લોકોને રસીકરણ હેઠળ આવરી લેવાયા છે.
ભાવેશ મુલાણી, બ્યૂરો ચિફ, ગુજરાત.