Home Gujarat ભાવનગરમાં જીગરીજાન મિત્રોએ મિત્રતા લજવી, માત્ર મોબાઈલની લેતીદેતીમાં લોહીયાળ ઘટનાને અંજામ આપ્યો

ભાવનગરમાં જીગરીજાન મિત્રોએ મિત્રતા લજવી, માત્ર મોબાઈલની લેતીદેતીમાં લોહીયાળ ઘટનાને અંજામ આપ્યો

38
0

આપણે ત્યાં ગુજરાતીમાં એક કહેવત છે કે ‘મિત્ર એસા કીજીએ જો ઢાલ સરીખા હોય દુઃખમાં હંમેશા આગળ હોયને સુખમાં પાછળ હોય” પરંતુ ભાવનગર શહેરમાં એક મિત્રએ જ બીજા મિત્રની મોબાઈલની લેતીદેતીના મામલે હત્યા કરી મોતને ઘાટ ઉતારી દેવામાં આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
ભાવનગરમાં વડવા ચાવડીગેટ પાસે કાછીયાના ડેલામાં મોબાઈલની લેતીદેતીના ઝઘડામાં ગુનાહિત ઈતિહાસ ધરાવતા આરોપીએ તેના જ મિત્રને હથિયારના ઘા મારી તેની કરપીણ હત્યા કરી નાખી હતી. પરંતુ હત્યારા મિત્રને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી નજરકેદ કરી કોરોના ટેસ્ટ માટે કાર્યવાહી હાથ ધરાઈ છે.


આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, ભાવનગરમાં વડવા ચાવડીગેટ પાસે હલુરીયા ચોક ભોયવાડા પાસે રહેતા રાજેશભાઇ ઉર્ફે રાજુ મેરાભાઈ મેર (ઉ.વ.25)ને આરોપી મિત્ર ચિરાગ ઉર્ફે લાલો સામંતભાઇ સહીડા સાથે મોબાઈલની લેતી દેતી મામલે ઝઘડો થતાં ચાવડી ગેટ વિસ્તારમાં કાછીયાના ડેલામાં ચિરાગે તેને તીક્ષણ હથિયારોના ઘા મારી દીધા હતા. રાજુભાઈને ગંભીર ઈજા થતાં તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.
આ ઘટનાની જાણ પોલીસને કરાતા પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી જઈ વધુ તપાસ હાથ ધરી હતી. હત્યાનો આરોપી ગંજેરી હોવાનું તેમજ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. મૃતક શહેરના રાજયગુરૂ ચોકમાં આવેલા દિલીપ પાઉ ગાઠીયાવાળાને ત્યા કામ કરતો હતો. મૃતકની હત્યા બાદ આરોપી ચિરાગ ઉર્ફે લાલાને પોલીસે નજરકેદ કરી હાલની પરિસ્થિતિને અનુસંધાને તેના કોરોના ટેસ્ટ કરાવી રિપોર્ટ આવ્યા બાદ વધુ તપાસ હાથ ધરાશે તેમ જણાવ્યું છે.
આ ઘટના અંગે મૃતકની માતાએ નિલમબાગ પોલીસમથકમાં ચિરાગ ઉર્ફે લાલાએ ફરીયાદીના દિકરાને મોબાઇલની લેતીદેતીના મામલે હત્યા કરી નાંખી હોવાની ફરીયાદ નોંધાવી છે.


Previous articleઆણંદ અમુલ કો-ઓપરેટિવ ડેરીમાંથી FMCG કંપની બનવા તરફ અમૂલની આગેકુચ, ઘઉંના લોટ બાદ જન્મય બ્રાંડ હેઠળ ખાદ્યતેલો લોન્ચ કર્યા
Next article‘લોકો વિચારી રહ્યા છે કે હું કોરોના પોઝિટિવ છું’, અચાનક આ અભિનેત્રીને છાતીમાં દુખાવો થતાં જ…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here