Home Corona-live ડાંગ જિલ્લામા 9 દર્દીઓને રજા અપાઈ,નવા 6 કેસ સાથે કુલ કેસ 287,એક્ટિવ...

ડાંગ જિલ્લામા 9 દર્દીઓને રજા અપાઈ,નવા 6 કેસ સાથે કુલ કેસ 287,એક્ટિવ કેસ 62

81
0

ડાંગ જિલ્લામા આજે છ નવા કેસ નોંધાયા છે. જેની સામે નવ દર્દીઓ સાજા થતા તેમને રજા આપવામા આવે છે.
ડાંગના અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.સંજય શાહ તરફથી મળેલી વિગતો અનુસાર આ સાથે જિલ્લામા કુલ ૨૯૩ કેસો નોંધાઇ ચુક્યા છે. જે પૈકી ૨૩૧ દર્દીઓને રજા અપાઈ છે. જ્યારે આજની તારીખે ૬૨ કેસો એક્ટિવ રહેવા પામ્યા છે.
એક્ટિવ કેસો પૈકી ૧૨ દર્દીઓ આહવાની સિવિલ હોસ્પિટલમા, ૬ દર્દીઓ ડેસિગ્નેટેડ કોવિડ હેલ્થ સેન્ટર (આયુર્વેદિક હોસ્પિટલ), અને ૪૪ દર્દીઓને હોમ આઇસોલેશનમા રાખવામા આવ્યા છે.
“કોરોના સંક્રમણ” ને અટકાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આજની તારીખે ૮૯૧ વ્યક્તિઓને હોમ કવોરંટાઈન કરાયા છે. જ્યારે ૭૩૨૩ વ્યક્તિઓના હોમ કવોરંટાઈન પૂર્ણ થયા છે.
જિલ્લામા આજની તારીખે કુલ ૬૮ કન્ટેઈનમેન્ટ ઝોન (એક્ટિવ) નિયત કરાયા છે. જેમા ૨૭૭ ઘરોને આવરી લઈ ૧૨૦૯ વ્યક્તિઓને કવોરંટાઈન કરાયા છે. જ્યારે ૬૫ બફર ઝોન (એક્ટિવ)મા ૪૬૪ ઘરોને સાંકળી લઈ ૧૯૫૨ લોકોને કવોરંટાઈન કરવામા આવ્યા છે.
ટેસ્ટિંગની વિગતો જોઈએ તો આજે જિલ્લાભરમાંથી ૧૨૫ RT PCR અને ૧૯૧ એન્ટીજન ટેસ્ટ મળી કુલ ૩૧૬ સેમ્પલો કલેક્ટ કરાયા છે. જે પૈકી ૧૨૫ RT PCR ના રિપોર્ટ પેન્ડિંગ રહેવા પામ્યા છે.
જિલ્લામા આજદિન સુધી કુલ ૪૧૫૪૦ લોકોના સેમ્પલ એકત્ર કરાયા છે. જે પૈકી ૨૯૩ વ્યક્તિઓના રિપોર્ટ પોઝેટિવ નોંધાવા પામ્યા છે.
(શેખર ખેરનાર ડાંગ)


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here