ડાંગ જિલ્લામા આજે સાત નવા કેસ નોંધાયા છે. જેની સામે ત્રણ દર્દીઓ સાજા થતા તેમને રજા આપવામા આવી છે.
ડાંગના અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.સંજય શાહ તરફથી મળેલી વિગતો અનુસાર આ સાથે જિલ્લામા કુલ ૩૨૦ કેસો નોંધાઇ ચુક્યા છે. જે પૈકી ૨૬૮ દર્દીઓને રજા અપાઈ છે. જ્યારે આજની તારીખે ૫૨ કેસો એક્ટિવ રહેવા પામ્યા છે.
એક્ટિવ કેસો પૈકી ૧૧ દર્દીઓ આહવાની સિવિલ હોસ્પિટલમા, ૨ દર્દીઓ ડેસિગ્નેટેડ કોવિડ હેલ્થ સેન્ટર (આયુર્વેદિક હોસ્પિટલ), અને ૩૯ દર્દીઓને હોમ આઇસોલેશનમા રાખવામા આવ્યા છે.
“કોરોના સંક્રમણ” ને અટકાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આજની તારીખે ૧૦૫૫ વ્યક્તિઓને હોમ કવોરંટાઈન કરાયા છે. જ્યારે ૭૫૫૦ વ્યક્તિઓના હોમ કવોરંટાઈન પૂર્ણ થયા છે.
(શેખર ખેરનાર ડાંગ)