South-Gujarat

ડાંગ જિલ્લામાં સોમવારથી ગુરુવાર સુધીનાં 4 દિવસ માટે સવારે 6 થી બપોરે 2 વાગ્યા સુધીમાં વ્યાપારીઓ દુકાનો ખુલ્લી રાખી શકશે

ડાંગ જિલ્લામાં સોમવારથી ગુરુવાર સુધીનાં 4 દિવસ માટે સવારે 6 થી બપોરે 2 વાગ્યા સુધીમાં વ્યાપારીઓ દુકાનો ખુલ્લી રાખી શકશે.બાદમાં સ્વૈચ્છિક લોકડાઉનનાં વધારાનાં ભાગ રૂપે ફરી તા. 29 એપ્રિલથી 3જી મે સુધી જિલ્લામાં સ્વૈચ્છિક લોકડાઉનનો વ્યાપારી એસોસિએશન દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે.આજરોજ ડાંગ જિલ્લા વહીવટી તંત્ર તેમજ જિલ્લાનાં વ્યાપારી મંડળ દ્વારા કોરોનાની ચેઇનને તોડવા માટે ફરી વાર 4 દિવસનાં સ્વેચ્છાએ લોકડાઉનનો નિર્ણય કર્યો છે.

ડાંગ જિલ્લામાં કોરોનાનાં સંક્રમણમાં વધારો થતા સ્વૈચ્છિક લોકડાઉનની સમયમર્યાદા વધારવાનો તંત્ર એ નિર્ણય કર્યો છે.આ પહેલા 5 દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કર્યું હતુ.જે બાદ હવે 26 એપ્રિલથી 29 એપ્રિલ સુધી ફક્ત 2 વાગ્યા સુધી જિલ્લામાં દુકાનો ખુલ્લી રહેશે.ત્યારબાદ 29 એપ્રિલ થી 3જી મે સુધી સ્વૈચ્છિક લોકડાઉન પાળવાનો નિર્ણય ડાંગ વહીવટી તંત્ર અને વેપારી મંડળે કર્યો છે. જિલ્લામાં દિનપ્રતિદિન કોરોનાના કેસોમાં વધારો થતા ડાંગ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.

શેખર ખેરનાર ડાંગ

Leave a Reply

Your email address will not be published.