Home Business ભારતમાં આર્થિક-કારોબારી ગતિવિધિઓના મામલામાં આઝાદી ઓછી થઈ ગઈ છે…..

ભારતમાં આર્થિક-કારોબારી ગતિવિધિઓના મામલામાં આઝાદી ઓછી થઈ ગઈ છે…..

13
0

ગ્લોબલ ઈકોનોમિક ફ્રીડમ ઈન્ડેક્સ 2020માં ભારત 26 રેન્ક નીચે ખસકીને 105મા સ્થાન પર પહોંચી ગયો છે. તેનો મતલબ એ છે કે ભારતમાં આર્થિક-કારોબારી ગતિવિધિઓના મામલામાં આઝાદી ઓછી થઈ ગઈ છે. વર્ષ 2019 રિપોર્ટમાં ભારત 79મા સ્થાન પર હતું. આ રિપોર્ટ કેનેડાની ફ્રેઝર ઈન્સ્ટીટ્યુટનો દ્વારા ભારતની થિંકટેક સેન્ટર ફોર સિવિલ સોસાયટીની સાથે મળીને જાહેર કર્યો છે.
આ દેશ છે ટોપ પરઃ
ન્યુઝ એન્જસી પ્રમાણે આ લિસ્ટમાં હોંગકોંગ અને સિંગાપોર પહેલાં અને બીજા સ્થાન પર છે. તો ચીન 124મા સ્થાન પર છે. લિસ્ટમાં ટોપ 10 દેશોમાં ન્યુઝીલેન્ડ, સ્વિત્ઝરલેન્ડ, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, મોરિશિયસ, જ્યોર્જિયા, કેનેડા અને આયરલેન્ડ સામેલ છે. જાપાનને લિસ્ટમાં 20મું તો જર્મની 21મા સ્થાન પર છે. જે દેશોમાં લિસ્ટમાં સૌથી નીચેના ક્રમે છે તેમાં આફ્રિકી દેશ, કાંગો, ઝિમ્બાબ્વે, અલ્જિરિયા, ઈરાન, સુડાન, વેનેઝુએલા વગેરે સામેલ છે.
કેમ આવ્યો ઘટાડો?
રિપોર્ટ અનુસાર છેલ્લા એક વર્ષમાં સરકારે આકાર, ન્યાયિક પ્રણાલી અને સંપત્તિના અધિકાર, વૈશ્વિક સ્તરે વેપારની સ્વતંત્રતા, વિત્ત, શ્રમ અને વ્યવસાયના રેગ્યુલેશન જેવી કસોટીઓ પર ભારતની સ્થિતિ થોડી ખરાબ થઈ છે.
દરેક માપદંડમાં ઘટાડો થયો
10 અંકના માપદંડ પર સરકારના આકારના મામલામાં બારતને એક વર્ષ પહેલાં 8.22ના મુકાબલે 7.16 અંક, કાનૂની પ્રણાલીના મામલામાં 5.17ના બદલે 5.06, ઈન્ટરનેશનલ વેપારની સ્વતંત્રતામાં 5.17 અને વિત્ત, શ્રમ તથા વ્યવસાયના રેગ્યુલેશનના મામલામાં 6.53 અંક મળ્યા છે.
કુલ 162 દેશો પર છે રિપોર્ટ
આ રિપોર્ટ 162 દેશો અને અધિકાર ક્ષેત્રોમાં આર્થિક સ્વતંત્રતાનું આંકલન કરે છે. એટલે કે 162 દેશોમાં ભરતને 105મું સ્થાન મળ્યું છે, જે ખુબ જ નીચું છે. તેમાં વ્યક્તિગત પસંદનું સ્તર, બજારમાં પ્રવેશની યોગ્યતા, પ્રાઈવેટ સંપત્તિની સુરક્ષા સહિતના માપદંડોને જોવામાં આવે છે.


Previous articleમોસ્કોમાં SCOની બેઠકમાં ચીન ભારત સાથે શાંતિની વાતો કરી રહ્યું છે…
Next articleIPL શરૂ થાય એ પહેલા જ CSK ચેન્નઇ સુપર કિંગ્સ અને મુંબઇ ઇન્ડિયન્સ તરફથી એવા એવા સમાચારો સામે આવ્યા છે,……

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here