Home India મધ્યપ્રદેશ સરકારનાં ઈન્સ્ટ્રકચર પ્રોજેક્ટમાં કરોડના રૂ. ઈ-ટેન્ડરિંગ કૌભાંડ બે વ્યકિતઓની ધરપકડ.

મધ્યપ્રદેશ સરકારનાં ઈન્સ્ટ્રકચર પ્રોજેક્ટમાં કરોડના રૂ. ઈ-ટેન્ડરિંગ કૌભાંડ બે વ્યકિતઓની ધરપકડ.

31
0

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા મધ્યપ્રદેશ સરકારનાં ઈન્સ્ટ્રકચર પ્રોજેક્ટમાં રૂ. ૧૦૩૦ કરોડના ઈ-ટેન્ડરિંગ કૌભાંડમાં બે વ્યકિતઓની ધરપકડ કરવામાં આવી છે. શકમંદ કૌભાંડીઓ દ્વારા કેટલાક નાણાંનાં કેટલાક ગેરકાયદે વ્યવહારો કરવામાં આવ્યા છે. બંને બિઝનેસમેન સામે મની લોન્ડરિંગ એક્ટ હેઠળ કેસ કરવામાં આવ્યો છે અને કોર્ટ દ્વારા તેમને ૩ ફેબ્રઆરી સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં સોંપવામાં આવ્યા છે.
ટેન્ડરમાં ચેડાં કરીને મોટા કોન્ટ્રેક્ટ મેળવાયા
હૈદરાબાદની માન્ટેના કન્સ્ટ્રકશનના સ્થાપક અને ચેરમેન શ્રીનિવાસ રાજુ માન્ટેના તેમજ તેમના સાથી ભોપાલ ખાતેની આર્ની ઈન્ફ્રાનાં આદિત્ય ત્રિપાઠીની ધરપકડ કરાઈ છે. આ બંને વેપારીઓએ મધ્યપ્રદેશ સ્ટેટ ઈલેક્ટ્રોનિક્સ ડેવલપમેન્ટ કોર્પો, (MPSEDC)ના કેટલાક સરકારી અધિકારીઓ તેમજ આઈટી સર્વિસ પ્રોવાઈડર્સ સાથે રહીને મોટી રકમનાં કોન્ટ્રેક્ટ મેળવવા ટેન્ડરમાં ચેડાં કર્યા હતાં. આ કૌભાંડમાં હૈદરાબાદની મેક્સ માન્ટેનાં માઈક્રો અને GVPR એન્જિનિયર્સ મૂખ્ય લાભાર્થી હતા. એપ્રિલ ૨૦૧૯માં કેસને આધારે ઈડીએ તેમની સામે પગલાં લીધાં હતાં.


Previous articleબેન્ક ઓફ બરોડા ની પ્રતાપનગર બ્રાન્ચમાં લોકરરૂમ માં 2 લાખથી વધારે ઉધઈ કાતરી ગઈ હોવાનું સામે આવતા હોબાળો.
Next articleઈરાકના પાટનગરમાં આવેલ સેકંડ હેન્ડ કપડાની વિશાળ ઓપન એર માર્કેટ પર બન્ને આત્મઘાતી બોમ્બર્સે હુમલો કર્યો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here