Home Gujarat મહીસાગર જિલ્લામાં વિજય રથના માધ્યમ થકી કોરોના અંગે લોકોને સાચી જાણકારી...

મહીસાગર જિલ્લામાં વિજય રથના માધ્યમ થકી કોરોના અંગે લોકોને સાચી જાણકારી મળે અને જાગૃતતા કેળવાય તે માટેની અનોખી પહેલ ગ્રામ્યજનો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે

18
0

કલાકારો લોકનાટય ભવાઈ જેવી પરંપરાગત કળાઓ દ્વારા ખૂબ જ સહજ અને ગામઠી શૈલીમાં કોરોના સામે સાવચેતી અંગે જાગૃતતાના સંદેશ ફેલાવી રહ્યાં છે
“કોરોના સામેનો જંગ જીતીશું સાવચેતીને સંગ” સૂત્રને ચરિતાર્થ કરવા પ્રાદેશિક લોક સંપર્ક બ્યુરો, યુનિસેફ અને પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરોનો અનોખો સંયુક્ત પ્રયાસ.
ગુજરાતમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના સમયસર લેવાયેલા કદમોથી કોરાના મહામારી સામે પ્રજાને મહદ્અંશે રાહત મળી છે પરંતુ જંગ હજુ પૂર્ણ થઈ નથી ત્યારે સાવચેતીના ભાગરૂપે મહામારીનો મુકાબલો મક્કમ મનોબળ સાથે થાય તેવી આવશ્યકતાના પગલે અદ્રશ્ય શત્રુ સામે વિજય મેળવવા લોકોના આત્મવિશ્વાસમાં વધારો થાય તેવા ઇરાદા થી ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલય હેઠળ કામ કરતા પ્રાદેશિક લોક સંપર્ક બ્યુરો, યુનિસેફ અને પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરોના સંયુક્ત પ્રયાસોથી કોરોના સામેનો જંગ જીતીશું સાવચેતીને સંગ સૂત્ર સાથે કોરોના જનજાગૃત્તિના હેતુથી આયોજિત કોવીડ-૧૯ વિજય રથ મહીસાગર તીર્થધામ દેગમડા ખાતેથી મહંત અરવિંદગિરિના હસ્તે જિલ્લાના વિવિધ ગામોમાં પરિભ્રમણ માટે લીલીઝંડી ફરકાવીને અગ્રેસર થવા પ્રસ્થાન કરાવાયું હતું.

આ રથ સાથે પરંપરાગત કળાઓ દ્વારા ખૂબ જ સહજ અને ગામઠી શૈલીમાં કોરોના સામે સાવચેતી અંગે જાગૃતતાના સંદેશને લઇ લોકનાટય ભવાઇ સાથે જગદીશ બારોટ અને તેમની લોક કલાકારોની ટીમે ગીત સંગીત સાથે મનોરંજનના માધ્યમથી કોરોના અંગે જનજાગૃતિનો અનોખો પ્રયાસ આદર્યો છે.
આ કોવિડ વિજય રથમાં સવાર ભવાઇ વેશના લોકકલાકારો દ્વારા લોકોને કોરોના સામેનો જંગ જીતીશું સાવચેતીને સંગ સૂત્ર સાથે ગામે ગામ ફરી કોરોના સામે જનજાગૃત્તિ કેળવવા તેમજ સાથે સાથે આયુર્વેદિક દવા વિતરણ, બેનર્સ, પોસ્ટર્સ પ્રદર્શન સાથેના આ વિજય રથ દ્વારા જિલ્લામાં ઘનિષ્ઠ લોકજાગૃત્તિ કેળવવાનો ઉમદા પ્રયાસ કરાયો છે. કોવીડ-૧૯ સામેની લડાઇમાં દો ગજની દુરી, ફરજીયાત માસ્ક જરૂરી છે, કોઇપણ વ્યક્તિ સાથે હાથ મિલાવવો નહી, ભીડભાડવાળી જગ્યાએ જવાનું ટાળો, ઓછામાં ઓછા ૨૦ સેકન્ડ સુધી હાથ ધોવા અને સેનીટાઇઝરથી હાથને જતુંરહીત કરવાના મહત્વ સાથે તકેદારીના પગલાં લેવા માટેના સુત્રો સાથે ગ્રામજનોને સમજ આપતી તસ્વીરી વિગતો આ રથમાં પ્રર્દિશત કરાઇ છે.

આમ જિલ્લામાં કોરોનાને હરાવવાનો એક માત્ર ઉપાય સાવચેતી અને લોક જાગૃતતા છે. લોકોને સાચી જાણકારી મળે અને જાગૃતતા કેળવાય તે માટેની આ અનોખી પહેલ મહીસાગર જિલ્લાના ગ્રામજનો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે.

Previous articleછોટાઉદેપુર જિલ્લામાં પોષણ માહ સપ્તાહની કરવામાં આવી રહેલી ઉત્સાહભેર ઉજવણી
Next articleસરકારી કર્મચારીઓએ વર્કપ્લેસ ખાતે કોવીડ-૧૯ બાબતે રાખવાની સાવધાનીનું ચુસ્ત પાલન કરવા કલેક્ટરશ્રીની સૂચના

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here