Home South-Gujarat કોરોના વાયરસ સંક્રમણ અટકાવવા હેતુસર મામલતદાર કચેરીઓમાં જનસેવા/ઇ-ધરા કેન્દ્રોની કામગીરી બંધ કરવામાં...

કોરોના વાયરસ સંક્રમણ અટકાવવા હેતુસર મામલતદાર કચેરીઓમાં જનસેવા/ઇ-ધરા કેન્દ્રોની કામગીરી બંધ કરવામાં આવી

10
0

નવસારીઃ ગુજરાત ઍપીડેમીક ડીસીઝ કોવિડ-૧૯ રેગ્યુલેશન-૨૦૨૦ હાલ અમલમાં હોય, નોવેલ કોરોના વાયરસના સંક્રમણને નિયંત્રણમાં લેવાના થતા નિવારક પગલાંઓ બાબતે જિલ્લાકક્ષાઍ પૂરતી તકેદારી રાખી જરૂરી તમામ કાર્યવાહીઓ તાકીદના ધોરણે હાથ ધરવામાં આવી રહી છે.
નવસારી શહેર તથા જિલ્લામાં કોવિડ-૧૯ ના વધી રહેલા સંક્રમણને નિયંત્રણ કરવા તકેદારીના ભાગરૂપે કોવિડ-૧૯ વાયરસનું સંક્રમણ અટકાવવા લોકોની ભીડ ઍકત્રિત ન થાય તેમજ સોશ્ય ડિસ્ટન્સનું પાલન થાય તે માટે નવસારી શહેર તથા જિલ્લાની મામલતદાર કચેરીઓમાં આવેલા જનસેવા/ઇ-ધરા કેન્દ્રોની કામગીરી તા.૧૫/૦૪/૨૦૨૧ થી અન્ય હુકમ ન થાય ત્યાં સુધી જાહેર આરોગ્યના હિતને ધ્યાને લઇ બંધ કરવામાં આવે છે. જનસેવા/ઇ-ધરા સબંધિત કામગીરી માટે આવશ્યક સંજાગોમાં સબંધિત મામલતદારશ્રીનો સંપર્ક કરવાનો રહેશે. આ ઉપરાંત કચેરી ખાતે તથા તાબા હેઠળની પ્રાંત કચેરીઓ/મામલતદાર કચેરીઓ ખાતે અતિ આવશ્યક સંજાગો સિવાય અરજદારશ્રીની મુલાકાત પર પ્રતિબંધ મૂકવામાં આવે છે.
(શેખર ખેરનાર ડાંગ)


Previous articleશ્રી પ્રજાપતિ વિદ્યાર્થી આશ્રમ બિલીમોરા ખાતે રસીકરણનો કાર્યક્રમ યોજાયો
Next articleબાકરોલ-બોરીઆવી-કરમસદ નગરપાલિકા અને સંદેશર-ખંભોળજ-લાભવેલ-સંદેશર-ખંભોળજ-લાભવેલ-ગ્રામ પંચાયતના કોરોના સંક્રમિત વિસ્તારને Containment Area (નિયંત્રિત વિસ્તાર) તરીકે જાહેર કરાયા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here