Home South-Gujarat માંગરોળ માં ભાજપ ની રૂપાણી સરકાર ના પાંચ વર્ષ ના સફળ સુ...

માંગરોળ માં ભાજપ ની રૂપાણી સરકાર ના પાંચ વર્ષ ના સફળ સુ શાસન ની ઉજવણી નો વિરોધ કરી રહેલા કોંગ્રેસ કાર્યકરોની પોલીસે અટકાયત કરી..

2
0

કોંગ્રેસ કાર્યકરો રેલી યોજી વિરોધ કરે તે પહેલાં જ તમામ ની અટક કરાઈ..
માંગરોલ, દેગડીયા :માંગરોળ તાલુકા મથક ખાતે ભાજપ ની રૂપાણી સરકાર ના પાંચ વર્ષ ના સફળ સુશાસન ની ઉજવણી નો વિરોધ કરી રહેલા કોંગ્રેસ કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી

રાજ્યમાં વિજયભાઈ રૂપાણીની સરકારે પાંચ વર્ષ સફળ સુશાસન પ્રજાને આપ્યું હોવાના દાવા સાથે સરકાર અને ભાજપ પક્ષ દ્વારા ઠેરઠેર ઉજવણી કરવામાં આવી રહી છે જેની સામે વિરોધ પક્ષ કોંગ્રેસ દ્વારા રાજ્ય સરકાર દ્વારા થતી ઉજવણી નો ઠેર ઠેર વિરોધ કરવામા આવી રહ્યો છે જેના ભાગરૂપે માંગરોળ તાલુકા મથક ખાતે કોંગ્રેસ પક્ષ દ્વારા ઉજવણીના વિરોધ માટે આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં પ્રદેશ કોંગ્રેસના પ્રતિનિધિ તરીકે ભરૂચના રાજેન્દ્રસિંહ રણા હાજર રહેતા તેમની આગેવાની હેઠળ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શામજીભાઇ ચૌધરી તાલુકા પંચાયત વિરોધ પક્ષના નેતા મોહનભાઈ કટારીયા માજી ધારાસભ્ય રમણભાઈ ચૌધરી, રૂપસિંગ ગામીત, બાબુભાઈ ચૌધરી શાહબુદ્દીન મલેક સહિતના આગેવાનો દ્વારા ભાજપ સરકાર ઉજવણી વિરુદ્ધ બેનરો સાથે મોસાલી ત્રણ રસ્તાથી રેલી યોજવાનું આયોજન થયું હતું અને આ રેલી મામલતદાર કચેરી સુધી યોજાવાની હતી જેમાં સરકારના નિષ્ફળ શાસનને ઉજાગર કરવા માટે બેનરો પ્લેકાર્ડ સાથે વિરોધ ની તૈયારીઓ કરવામાં આવી હતી પરંતુ રેલી ને પોલીસ અને સરકારી તંત્ર દ્વારા મંજૂરી નહીં આપવામાં હોવાથી પોલીસ કાફલો મોટી સંખ્યામાં માંગરોળ ખાતે ઉતારી દેવામાં આવ્યો હતો તેમજ નાયબ પોલીસ વડા ચંદ્રવિજયસિંહ જાડેજા માંગરોળ ખાતે દોડી આવ્યા હતા કાર્યક્રમને મંજૂરી નહીં મળી હોવાથી કોંગ્રેસના તમામ કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરી વાહનમાં બેસાડી દીધા હતા જેની સામે કોંગ્રેસના કાર્યકરોએ સખત વિરોધ દર્શાવી જણાવ્યું કે લોકશાહી શાસન પદ્ધતિ માં વિરોધ પક્ષને પોતાનો વિરોધ વ્યક્ત કરવાની છૂટ હોવા છતાં સરકાર મનમાની કરી રહી છે અને પ્રજાનો અવાજ દબાવી રહી છે
માંગરોળ ના કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ આનંદ ચૌધરી ની સતત ગેરહાજર થી કાર્યકરો નારાજ.
માંગરોળ તાલુકા મથક ખાતે ભાજપ સરકાર ના પાંચ વર્ષના સુશાસન ની ઉજવણી ના વિરોધમાં માંગરોળ ખાતે જિલ્લા કક્ષાનો વિરોધ કાર્યક્રમ કોંગ્રેસ પક્ષ દ્વારા યોજવાનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ આનંદ ચૌધરી ની હાજરી ખૂબ જરૂરી હતી પરંતુ તેઓ ગેરહાજર રહ્યા હતા કોંગ્રેસ પ્રમુખની માંગરોળ ના કાર્યક્રમો માં રહેતી સતત ગેરહાજરી સામે કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા નારાજગી દર્શાવવામાં આવી છે સાથે કેટલાક આગેવાનો આ કાર્યક્રમમાં ગેરહાજર રહ્યા હત
રિપોર્ટર નિલય ચૌહાણ દેગડીયા તાલુકા મોટામિયા માંગરોલ જિલ્લા સુરત

Previous articleઉમરપાડા માં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત ગરીબોને મફત અનાજ કીટનું વિતરણ કરાયું.
Next articleજળસંચય માટેના કરેલા લાખો રૂપિયાનો ખચૅ પાણીમાં વહી ગયો,

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here