Home Gujarat રાજકોટમાં રવિન્દ્ર જાડેજા, રિવાબાએ માસ્ક મુદ્દે માથાકૂટ કરતા કોન્સ્ટેબલ બેભાન, સિંઘમ બનતી...

રાજકોટમાં રવિન્દ્ર જાડેજા, રિવાબાએ માસ્ક મુદ્દે માથાકૂટ કરતા કોન્સ્ટેબલ બેભાન, સિંઘમ બનતી પોલીસ નરમઘેંસ

3
0

રાજકોટ શહેરમાં ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજા અને તેના પત્ની રિવાબા બન્ને કારમાં માસ્ક વીના નીકળતા કિશાનપરા ચોક નજીક મહિલા પોલીસે અટકાવ્યા હતા. રિવાબાએ મહિલા પોલીસ સાથે માથાકૂટ કરી રોફ જમાવતા મહિલા કોન્સ્ટેબલ બેશુદ્ધ બની જતા તાત્કાલીક સારવારમાં ખાનગી હોસ્પિટલમાં ખસેડાઈ હતી.
સમગ્ર ઘટનાની પોલીસના સૂત્રોની વિગતો મુજબ દંપતી કારમાં નીકળ્યું હતું. મહિલા પોલીસે માસ્ક ડ્રાઈવમાં હતી એ સમયે કાર અટકાવી હતી. રિવાબાએ માસ્ક પહેર્યું ન હોવાથી મહિલા પોલીસે દંડ બાબતે શબ્દો ઉચ્ચારતા બન્ને તરફ તડાફડી બોલી ગઈ હતી. શાબ્દિક માથાકૂટ બાદ ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી ગયા હતા.
મહિલા કોન્સ્ટેબલ સોનલ ગોસ્વામી બેશુદ્ધ બની જતાં તાત્કાલીક યુનિવર્સિટી રોડ પરની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. ઘટના અંગે ડીસીપી એમ.એન.જાડેજાના કહેવા મુજબ માસ્ક ન પહેર્યું હોવાથી પોલીસે રોક્યા હતા. જે મુદ્દે જીભાજોડી થઈ હતી.
હોસ્પિટલે કોન્સ્ટેબલના ભાઈ અને મહિલા PI વચ્ચે બઘટાડી
મહિલા કોન્સ્ટેબલને પીસીઆરમાં ખાનગી હોસ્પિટલમાં ખસેડાઈ હતી. જ્યાં તેના ભાઈ અને અન્ય પરિવારજનો પણ પહોંચ્યા હતા. કોન્સ્ટેબલનું બીપી લો થઈ જતાં પ્રાથમિક સારવાર બાદ થોડી મિનીટોમાં જ સભાન અવસ્થામાં આવી ગયા હતા. હોસ્પિટલ તંત્ર દ્વારા પોલીસ ઓનડ્યુટી હોવાની ઘટના બની હોવાથી જે તે પોલીસ મથકમાં એન્ટ્રીનો આગ્રહ રખાતા મહિલા પી.આઈ પ્રારંભે હોસ્પિટલમાં પણ માથાકૂટ કરપી હતી.
બાદમાં બીલ ચૂકવવાનું મહિલા કોન્સ્ટેબલના ભાઈને કહેવાતા એડવોકટ ભાઈએ પોલીસ ઓન ડ્યૂટી છે તો બીલ પણ પોલીસે જ ચૂકવવું પડે. આ મુદ્દે પણ કોન્સ્ટેબલના ભાઈ અને મહિલા પીઆઈ વચ્ચે સરાજાહેર તડાફડી બોલી ગઈ હતી. સત્ય શું એ જાણવા મહિલા પીઆઈનો સંપર્ક સાંધતા મોબાઈલ સતતનો રિપ્લાય જ થયો હતો. ખરેખર તો ઓન ડ્યૂટી હોય તો નજીક સિવિલ હોસ્પિટલ હતી તો ત્યાં જ લઈ જવા જોઈતા હતા.
ઉલ્લેખનીય છે કે, રવિન્દ્ર જાડેજા તથા તેમના પત્ની રીવા બા જાડેજા રાત્રે પોતાની ગાડીમાં બહાર નિકળ્યાં હતા. જો કે પોલીસ દ્વારા તેમને અટકાવવામાં આવતા પોલીસ જોડે સામાન્ય બોલાચાલી ઉગ્ર દલીલોમાં પરિણમી હતી. જેના કારણે રાજકોટ પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
અધિકારીઓએ મધ્યસ્થી કરીને સમગ્ર મામલો થાળે પાડ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, રવિન્દ્ર જાડેજા ન માત્ર ભારતીય ટીમમાં ઓલરાઉન્ડર છે. સાથે સાથે તે વિશાળ ફેન ફોલોઇંગ પણ ધરાવે છે. તો તેમના પત્ની રીવા બા ભાજપ સાથે જોડાયેલા છે. ઉપરાંત ઘણી રાજકીય વગ પણ ધરાવે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ રવિન્દ્ર જાડેજા અને રીવાબા આવી ચર્ચાઓના ભાગ બની ચૂક્યા છે. જામનગરની વાત કરીએ તો જામનગર શહેરના પંચવટી વિસ્તારમાં રહેતાં અને ભારતીય ટીમના ઓલ રાઉન્ડર ખેલાડી રવિન્દ્ર જાડેજાની પત્નિ રીવાબા ખુદ ડ્રાઈવ કરીને તેના સંબંધીઓ સાથે શહેરના શરૂ સેક્શન રોડ પરથી પોતાની બી.એમ.ડબલ્યુ કાર લઈને પસાર થઈ રહ્યા હતાં. ત્યારે પોલીસ હેડકવાર્ટર પાસેથી પસાર થતાં જ પોલીસ હેડકવાર્ટરમાંથી બહાર આવતાં પોલીસ કર્મચારી સંજયભાઈના પલ્સર બાઈક સાથે સામાન્ય અકસ્માત સર્જાયો હતો. જેથી પોલીસ કર્મી ઉશ્કેરાઈ જઈને લુખ્ખાગીરી પર ઉતરી આવ્યો હતો. રીવાબા સાથે ગાળાગાળી કરીને ઉશ્કેરાઈ જઈને વાળ પકડીને ઢીકા-પાટુનો માર માર્યો હતો. આ મામલામાં આરોપી કોન્સટેબલ સંજયને સસ્પેન્ડ અથવા ટ્રાન્સફર કરવા આદેશ કર્યો હતો.

Previous articleગુજરાતમાં આજે 1078 કેસ નોંધાયા, 25નાં મોત, સંક્રમિતોની સંખ્યા 71 હજારને પાર
Next articleશહેરમાં બાઈક સ્કૂટર પર નિકળનારે હેલ્મેટ પહેરવું ફરજિયાત નથી ? જાણો મોદી સરકારે કરી શું મોટી જાહેરાત ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here