Home Surat માંગરોળ ના રતોલા ગામે કાર ના ટાયર માં પંચર પડતાં કાર ચાર...

માંગરોળ ના રતોલા ગામે કાર ના ટાયર માં પંચર પડતાં કાર ચાર પલ્ટી મારી ગઈ.

17
0

કાર ચાલક નો સામાન્ય ઇજા સાથે આબાદ બચાવ..
માંગરોલ, દેગડીયા :માંગરોળ તાલુકાના રતોલા ગામ થી દેગડીયા ગામ વચ્ચેના માર્ગ પર કાર ના ટાયર માં પંચર પડતાં કાર ચાર પલ્ટી મારી ગઇ હતી પરંતુ ગંભીર અકસ્માતમાં સામાન્ય ઇજા સાથે ચાલકનો આબાદ બચાવ થયો હતો.
બોરસદ દેગડિયા ગામના માજી સરપંચ હિતેશભાઈ હરીસિગભાઈ ગામીત રતોલા ચોકડી થી પોતાના ગામ દેગડીયા આવી રહ્યા હતા ત્યારે તેઓની સ્વીફ્ટ કારમાં અચાનક પંચર પડતાં કાર ચાર પલટી મારી ગઇ હતી અકસ્માતમાં કાર નો ખુરદો બોલી ગયો હતો તેમજ ચાલક હિતેશભાઈ ને માથાના ભાગે ઇજાઓ થઇ હતી સ્થળ ઉપર અકસ્માતની સ્થિતિ જોતા સદૃનસીબે સામાન્ય ઇજા સાથે કાર ચાલક નો આબાદ બચાવ થયો હતો અકસ્માત સર્જાતા સ્થાનિક લોકો મદદે દોડી આવ્યા હતા અને ૧૦૮ની મદદ લઇ ઇજાગ્રસ્ત હિતેશભાઈ ને તાત્કાલિક માંગરોળ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા.
રિપોર્ટર નિલય ચૌહાણ દેગડીયા તાલુકા મોટામિયા માંગરોલ જિલ્લા સુરત

Previous articleજાણો ગૌરી વ્રત અને જયા પાર્વતી વ્રતનું ધાર્મિક મહત્વ
Next articleબાળમાનસને ઓળખી તેની અપેક્ષાઓ પરિપૂર્ણ કરવી એ જ સાચો શિક્ષકધર્મ : શ્રીમતી જાગૃતિ પટેલ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here