Home Bollywood રિયાના ‘પ્રેમ પ્યાલા’માં રોજ અપાતુ હતુ સુશાંતને ડ્રગ્સ? SSRનાં આસિસ્ટન્ટનો મોટો ખુલાસો

રિયાના ‘પ્રેમ પ્યાલા’માં રોજ અપાતુ હતુ સુશાંતને ડ્રગ્સ? SSRનાં આસિસ્ટન્ટનો મોટો ખુલાસો

12
0

સુશાંત સિંહ રાજપૂત કેસમાં દરરોજ અનેક નવા ખુલાસાઓ થઈ રહ્યા છે. હાલમાં જ રિયા ચક્રવર્તીની ડ્રગ ડીલરની ચેટ ચર્ચામાં આવી છે. આના પર સુશાંતના પરિવારથી લઇને તેની ફેમિલીના વકીલનું પણ નિવેદન આવી ચુક્યું છે. હવે સુશાંતની સાથે દિવસ-રાત રહેનારા તેના આસિસ્ટન્ટ અંકિત આચાર્યનું રિએક્શન પણ સામે આવ્યું છે. અંકિત આચાર્ય સુશાંતની સાથે કામ કરી ચુક્યો છે. આ દરમિયાન તે મીડિયાને અનેક મહત્વની જાણકારીઓ પણ આપી ચુક્યો છે.
રિયા ચા અને કૉફીમાં સુશાંતને આપતી હતી ડ્રગ્સ?
સુશાંતની લાઇફમાં રિયાના આવ્યા બાદ તેણે કામ કરવાનું બંધ કરી દીધું હતુ. રિયા ચક્રવર્તીએ સુશાંતના જૂના સ્ટાફમાંથી અનેક લોકોને નીકાળ્યા હતા. હવે ડ્રગ્સ આપવાની વાત સામે આવ્યા બાદ અંકિત આચાર્યએ એક ન્યૂઝ ચેનેલને જણાવ્યું કે તેના રહેતા સુશાંતે ક્યારેય ડ્રગ્સ નથી લીધું. તેઓ હેલ્થને લઇને ઘણા જ સજાગ રહેતા હતા. પ્રોટીન, કેલ્શિયમ અને વિટામિન્સ જેવી ચીજો જ લેતા હતા. સુશાંતનો સ્ટાફ પહેલા પણ જણાવી ચુક્યો છે કે કૂકની જવાબદારી બસ ભોજન બનાવવા સુધીની જ હતી. ચા અને કૉફી વગેરે રિયા ખુદ તેના હાથે સુશાંતને આપતી હતી.
વ્હોટ્સએપ ચેટમાં પણ થયો છે ડ્રગ્સનો ખુલાસો
રિપોર્ટ્સ પ્રમાણે ઈડી અને સીબીઆઈએ રિયાના ડીલીટ કરેલા મેસેજ રિકવર કર્યા છે. આ મેસેજમાં ડ્રગ આપવાની વાત સામે આવી છે. એક ચેટમાં રિયાને જયા સાહાએ મેસેજ મોકલ્યો છે. જેમાં લખવામાં આવ્યું છે કે, ‘ચા, કૉફી અથવા પાણીમાં 4 ટીંપા નાંખો અને તેને પાણી પીવા દો. અસર જોવા માટે 30થી 40 મિનિટ રાહ જુઓ. આ મેસેજ 25 નવેમ્બર 2019નો છે.’ રિપોર્ટ્સ પ્રમાણે અંકિત આચાર્ય મીડિયામાં નિવેદન આપ્યા બાદ જોબ ગુમાવી ચુક્યો છે. એટલું જ નહીં તેણે અનેકવાર પોતાની સુરક્ષા માટે પણ કહ્યું છે. તેનું કહેવું છે કે તેને જાનથી મારી દેવાની ધમકીઓ મળી રહી છે.

Previous articleગુજરાત પોલીસબેડામાં હડકંપ, અ’વાદમાં કોરોનાને કંટ્રોલ કરનાર DSP હરેશ દૂધાત અને પત્ની કોરોના પોઝિટીવ
Next articleડાકોર માં કોરોના ની માહિતી સમયસર ના મળતા જનતા માં ભારે આક્રોશ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here